Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

પંચનાથ પ્લોટમાં વર્ષો જૂના મકાનના રવેશનો ભાગ થયો હતો ધરાશાયી : જાનહાનિ નહિ

ગઇ કાલ સાંજે ઘટના બની હતી : યુધ્ધના ધોરણે મ.ન.પા. દ્વારા કાટ માળ હટાવી રસ્તો ખુુલ્લો કરાવ્યો

રાજકોટ,તા.૧૩ : શહેરના વોર્ડ નં. ૭માં પંચનાથ મંદિર સામે પંચનાથ પ્લોટ ખાતે આવેલા ૨૦૦ વર્ષ જૂના મકાનના પ્રથમ માળની ગેલેરીનો ભાગ તૂટતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મ.ન.પા.ના અધિકારીમાં -કર્મચારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતો. આ બનાવ સમયે કોઇ વ્યકિત ગેલેરીમાં હાજર ન હોવાથી સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.

શહેરના પંચનાથ પ્લોટ શેરી નં. ૧૪-૧૫માં આવેલ એક મકાનનો આગળનો ભાગ એટલે કે તેની લાકડાથી બનેલી ગેલેરી ધરાશાયી થઇ છે. તેમાં કોઇ બીજી દુર્ઘટના થઇ નથી. ગેલેરી પડીએ સમયે ત્યાં ઉભુ હતુ નહીં એટલે કોઇ જાનહાનિ પણ થઇ નથી પરંતુ મકાનનો એક રૂમ છે તેની છત થોડી નમેલી છે માટે ત્યાં રહેતા બે લોકો તંત્ર દ્વારા બહાર કાઢ્યા હતા અને રૂમ સીલ કરાવ્યો હતો. જેટલો ભાગ પડ્યો છે તે હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. 

(3:50 pm IST)