Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

મોરબીમાં મુળ એમપીના યુવાન વિજય અખાડીયાને રિક્ષાચાલકે છરી ઝીંકી પતાવી દીધો

રાજકોટઃ મોરબી મહેન્દ્રનગર રોયલ પાર્કમાં નવા બની રહેલા બિલ્ડીંગની સાઇટ પર રહી મજૂરી કરતાં મુળ મધ્ય પ્રદેશના વિજય શંકરભાઇ અખાડીયા (ઉ.વ.૨૮)ને ૧૩મીની રાતે નવેક વાગ્યે એક રિક્ષાચાલકે અગમ્ય કારણોસર ઝઘડો કરી પેટમાં છરી ભોંકી દેતાં ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે. વિજયની હત્યા શા માટે થઇ? તે અંગે મોરબી પોલીસે તપાસ હાથ ધરી છે. સાઇટ પર ઉપરના માળે વિજયના બીજા સગા હાજર હતાં. તેઓ બનાવ અંગે અજાણ હોવાનું કહે છે.

 

(1:28 pm IST)