Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

રાજકોટમાં સંક્રાંતીના તહેવારના બીજા લોકોને ત્રાસ થાય તે રીતે ધાબા પર મોટા અવાજથી ડી.જે. વગાડતા શખ્સને પકડી પાડતી ભકિતનગર પોલીસ

રાજકોટ: શહેરમાં સંક્રાંતિના તહેવાર પર અગાસીએ ડી.જે. વગાડવાની મનાઈ હોવા છતાં  ૫૦ ફુટ રોડ મિલન પાનની બાજુમાં શ્રી રાજ મેટલ નામના કારખાનાના ધાબા પર એક ઇસમ આમ પ્રજાજનોને ત્રાસ થાય તે રીતે મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડતો હોઇ ગુુુનો દાખલ 

કરાયો છે. આરોપીનું નામ સરનામુ- રમેશ રાજાભાઇ ભરડા (ઉ.વ ૩૦ રહે શીલ ગામ તા. માંગરોળ જીલ્લો જુનાગઢ) છે.

     આ કામગીરીમાં પો.ઇન્સ. જે.ડી.ઝાલા તથા પો.સબ.ઇન્સ. જે.બી.પટેલ તથા એ.એસ.આઇ ફિરોજભાઇ શેખ તથા પો.હેડ.કોન્સ. રણજીતસિંહ પઢારીયા તથા મનરૂપગીરી ગૌસ્વામી તથા સલીમભાઇ મકરાણી તથા રણજીતસિંહ જાડેજા તથા પો.કોન્સ. વાલજીભાઇ જાડા તથા ભાવેશભાઇ મકવાણા તથા દિવ્યરાજસિંહ ઝાલા તથા મનીષભાઇ શીરોડીયા તથા રાજેશભાઇ ગઢવી રોકાયેલ હતા.

(1:33 pm IST)