Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના 20 કેસ: કુલ આંક 14,430એ પહોંચ્યો

રાજકોટ: શહેરમાં આજે બપોરે બાર વાગ્યા સુધીમાં 20 કેસ નોંધાતા કુલ આંક 14,430એ પહોંચ્યો છે. આ અંગે   મ્યુનિ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે સુધીમાં વધુ 20 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ 14,430 થયા છે.ગઈકાલે 53 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ  13,851 થતા રિકવરી રેટ  96.12 ટકા થયો છે. આજ દિન સુધીમાં કુલ 5,52,267 સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

(1:34 pm IST)