Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ઈન્જેકશન કાંડના વિરોધમાં કોંગી આગેવાનો વિજય વાંક, ઘનશ્યામસિંહ જાડેજાના ધરણા : અટકાયત

ભાજપના નેતાઓને સહેલાઈથી ઈન્જેકશન મળી જાય છે જયારે આમ જનતા લૂંટાય છે : ગંભીર આક્ષેપો

રાજકોટ : કોરોનાની મહામારી માં રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ઇન્જેકશનના નામે ભાજપના આગેવાનો પ્રજાને લૂંટી રહ્યા છે તેવા આક્ષેપો સાથે અને તેના  વિરોધમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો વિજય વાંક અને ઘનશ્યામ સિંહ જાડેજા જયુબેલી બાગ ચોકમાં આવેલ ગાંધીજીની પ્રતિમાએ ધરણા ઉપર બેસી ગયા હતા. દરમિયાન પૂર્વ બંને કોંગી આગેવાનો વિજય વાંક અને ઘનશ્યામસિંહ જાડેજાની અટકાયત કરી લેવામાં આવી હતી.

શ્રી વાંક અને શ્રી જાડેજાએ જણાવ્યુ હતું કે કોરોના મહામારી વચ્ચે લોકોની મદદ કરવાને બદલે ભાજપ આગેવાનો રેમડેસીવીર ઇન્જેકશનના કાળા ધંધા શરૂ કર્યા છે સુરત શહેર અને પ્રદેશ અધ્યક્ષ ભાજપ પ્રમુખ સીઆર પાટીલને પાંચ હજાર ઇન્જેકશન મળી શકે અને સામાન્ય માણસ ઇન્જેકશન મળતા નથી તેવી રીતે રાજકોટ માં ભાજપ આગેવાન ને જોઈએ તેટલા ઇન્જેકશન મળે છે અન્ય દર્દી ના સગાંવહાલાં ઇન્જેકશન માટે દોડધામ કરે કાળા બજારમાં ઉપલબ્ધ છે સિવિલ હોસ્પિટલમાં પડ્યા પાથર્યા રહેતા ભાજપના આગેવાનો ઇન્જેકશન ના ગોરખધંધા કરે છે ભાજપ ના વગદાર લોકો માટે ઇન્જેકશન ઉપલબ્ધ છે ગરીબો ને દવા નથી મળતી હોસ્પિટલમાં બેડ નથી મળતા ઓકસીજન મળતું નથી સામાન્ય માણસ અને ગરીબો કોરોના મહામારી થી હેરાન પરેશાન ત્રાહિમામ છે દુઃખી થાય ત્યારે ભાજપ આગેવાન ના ઇન્જેકશન ના કાળા બજાર સામે પગલાં લેવા જોઈએ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે ભાજપ આગેવાન નો ચેહરો લોકો સામે ખૂલો કરવા માટે માંગણી કરી હતી.

(12:43 pm IST)