Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

રાજકોટ દૂરદર્શનમાં કાલે પેન્શનરોને લગતા પ્રશ્નો વિષયક માર્ગદર્શન કાર્યક્રમ

રાજકોટ, તા.૧૪: કાલે તા.૧૫ને  ગુરૂવારે બપોરે ૧.૩૦ વાગ્યે DD ગિરનાર પર ર્ંદૂરદર્શન રાજકોટ દ્વારા નિર્મિતઃ વડીલોની સંગાથેમાં પેંશનરોને રાજકોટના ટ્રેઝરી ઓફિસર વી.સી. ગઢવી માર્ગદર્શન આપશે.

 પેન્શનરો હયાતીની ખરાઇ માટે એટલે કે લાઈફ સર્ટીફીકેટ માટે કયા માસમાં બેંકમાં જવાનું હોય છે.?

 રાજકોટ ખાતેની બેંકમાં પેન્શન મેળવતા હોય પરંતુ વર્ષના છ આઠ માસ બહારગામ કે વિદેશ પ્રવાસ કરતા હોય તેવા પેન્શનર માટે હયાતી ખરાઇ કરવા માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે.? અને તેઓએ શું કરવું જોઈએ..?

 કોર બેન્કિંગ થતાં હવે એકાઉન્ટ નંબર બદલતા નથી જો એક ગામમાંથી બીજા કોઈ ગામમાં બેન્ક એકાઉન્ટ ટ્રાન્સફર કરીએ તો આવા કિસ્સામાં રાજકોટમાંથી પેન્શનર્સ એ તેમનું પેન્શન એકાઉન્ટ બીજા ગામ માં ટ્રાન્સફર કરવાનું હોય ત્યારે તમારી કચેરીની જાણ કરવી જોઈએ કે નહીં .? બાદમાં તેમણે હયાતી ખરાઇ કયાં કરવી જોઈએ.?

 પેન્શનરોને માંદગીમાં બિલની રકમ કયા ખાતામાં જમા થાય અને માન્ય હોસ્પિટલની યાદી કયાંથી મળી શકે ખરી.? પેન્શનર મૃત્યુ પામે તેવા કિસ્સામાં કોને કોને ફેમિલી પેન્શન મળી શકે .? પત્ની, વૃદ્ઘ માતા-પિતા, કે અપરણિત કે વિધવા પુત્રી ને ફેમિલી પેન્શન મળી શકે ખરૂ.? અને ફેમિલી પેન્શન મેળવવા માટે જરૂરી વિધિ અને કયા કાગળો જરૂરી છે ? આવા પેન્શનરોને સીધા સ્પર્શતા અનેક પ્રશ્નોના સચોટ ઉત્ત્।રો વડીલોની સંગાથે કાર્યક્રમ અંતર્ગત રાજકોટ ખાતેની ટ્રેઝરી ઓફિસ ના પેન્શન ચુકવણા ઓફિસ ખાતે ઓફિસર તરીકે ફરજ બજાવતા શ્રી ગઢવીએ પોતાની મુલાકાત દરમિયાન આપ્યા છે.

આ મુલાકાત એનાઉન્સર અને અનુભવી કલાકાર પરેશ વડગામા એ લીધી છે.. નિર્માણ આસિફ ઠેબાનું છે...

(3:43 pm IST)