Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

'ભૂમિ સુપોષણ જન જાગરણ રાષ્ટ્રીય અભિયાન' પર કાલે રાષ્ટ્રીય વેબીનાર

રાજકોટ તા. ૧૪: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા આગામી તા. ૧૩, એપ્રિલથી તા. ર૪ જુલાઇ સુધી સમગ્ર દેશમાં 'ભૂમિ સુપોષણ' અને સંરક્ષણ જન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

પર્યાવરણને હાની થઇ રહી છે. જમીન કેમીકલ રસાયણોથી દુષીથ થઇ રહી છે સાથે સાથે જમીન અને પાણીના પ્રદુષણથી પણ જીવસૃષ્ટિને જોખમ થઇ રહ્યું છે. આવા સંજોગોમાં રાષ્ટ્ર ચેતના જગાવવાના પવિત્ર ઉદેશ્યથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરીત અને સમગ્ર દેશની વિવિધ સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, પર્યાવરણીય, રાજકીય, ઉદ્યોગીક વિવિધ શકિતના સાથ સાથે ભૂમિ-જમીનને ઝેરમુકત કરી પુનઃપોષીત બનાવવા વિવિધ કાર્યક્રમો નિર્દેશનોનું આયોજન કરવામાં આવનાર છે.

આ કાર્યક્રમની વિગતે માહિતી આપવા અને અભિયાનનો ઉદેશ, હેતુ, કાર્ય પધ્ધતિ અને સમાજ જીવન પર તેની અસર જેવા વિવિધ પાસાઓની ચર્ચા-વિચારણા કરવા અને માર્ગદર્શન મેળવવા એક રાષ્ટ્રીય સ્તરની વિદ્વત ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના કાળમાં વેબીનારના માધ્યમથી તા. ૧પ એપ્રિલને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ થી ૧ર-૩૦ દરમ્યાન ડો. વલ્લભભાઇ કથીરીયાના ફેસબુક પેઇઝ પર અને કરૂણા ફાઉન્ડેશનનાં ફેસબુક પેઇજ પર લાઇવ નિહાળી શકશે.

સંગોષ્ઠિમાં કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી પરસોતમભાઇ રૂપાલા, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડો.વલ્લભભાઇ કથીરીયા, ભૂમિ સુપોષણ રાષ્ટ્રીય અભિયાનના સદસ્ય ડો. અજીત કેલકર, અટારી ઝોનના  નિર્દેશક ડો. લખનસિંહ, આઇ.સી.એ.આરના નિર્દેશક ડો.એકે.સિંહ, કામધેનું યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. એન.એચ.કેલાવાલા, આઇ.સી.એ.આર. ના ડી.જી. ડો. ત્રિલોચન મહાપાત્રા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી સમગ્ર અભિયાનથે દિશા નિર્દેશ માર્ગદર્શન આપશે.

માનવ-સેવા-રાષ્ટ્રસેવાના આ ભગીરથ યજ્ઞમાં જોડાવવા ડો. વલ્લભભાઇ કથીરીયા, મિતલ ખેતાણી, અમર તલવરકર, સુનીલ કાનપરીયા, પુરીશ કુમારે સૌને અપીલ કરી છે વેબીનાર અંગેની વધુ માહિતી મેળવવા મિતલ ખેતાણી (મો.૯૮ર૪ર ર૧૯૯૯) અમર તલવરકર (મો.૯૮૯૮૪ પ૭૭પ૭) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:11 pm IST)