Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ચોરાઉ બાઇક સાથે સોરઠીયાવાડી બગીચા પાસેથી શખ્સ પકડાયો

સુરતથી નવ મહિના પહેલા ઉઠાવ્યું હતું : ભકિતનગર પોલીસે મુળ કાલાવડના શખ્સને પકડ્યો

રાજકોટ તા. ૧૪: ગોકુલધામ કવાર્ટર બ્લોક નં. ૧૩૨૧માં રહેતાં મુળ કાલાવડના અત્રે અશોકભાઇ કાછડીયાને ભકિતનગર પોલીસે ચોરાઉ બાઇક સાથે સોરઠીયાવાડી બગીચા પાસેથી ભાગ્યોદય રેસ્ટોરન્ટ સામેથી એએસઆઇ ભાનુભાઇ મિંયાત્રા અને હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયાની બાતમી પરથી પકડી લેવાયો છે.

તેણે પહેલા તો બાઇક પોતાનું હોવાનું રટણ કર્યુ હતું. પણ કાગળો ન બતાવતાં પોલીસે પોકેટકોપ એપ્લીકેશનથી સર્ચ કરતાં બાઇકના માલિક સુરતના રામજીભાઇ વિરજીભાઇ રાંક હોવાનું સ્પષ્ટ થતાં વધુ પુછતાછ થતાં અત્રે કાછડીયાએ આ બાઇક નવ મહિના પહેલા સુરતથી ચોરી કર્યાનું કબુલતાં કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી તેની અટકાયત કરાઇ હતી. પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં પીએસઆઇ કામળીયા, ફિરોઝભાઇ શેખ, ભાનુભાઇ, રણજીતસિંહ, મનરૂપગીરી, સલિમભાઇ, ભાવેશભાઇ, વાલજીભાઇ સહિતે આ કાર્યવાહી કરી હતી.

(3:05 pm IST)