Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

જનતા ગેરેજ દ્વારા હોસ્પિટલમાં સેવાકાર્ય

રાજકોટ : વૈશ્વિક મહામારી કોરોનાએ જ્યારે સમગ્ર વિશ્વને ભરડામાં આવી ગયું છે. ત્યારે જૂનાગઢના નવયુવાનો દ્વારા ચાલતા સામાજીક સંગઠન જનતા ગેરેજ દ્વારા છેલ્લા ૧૨ દિવસથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોનામાં સારવાર લઇ રહેલા દર્દીઓ તેમના સગા સંબંધી તથા નર્સિંગ સ્ટાફ માટે અવિરતપણે દરરોજ આશરે ૧,૧૦૦ કરતા વધુ પાણીની બોટલોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યુ છે. આ સિવાય અઠવાડિયામાં એક વાર હળવો નાસ્તો પણ વિતરણ કરવામાં આવે છે.

(3:09 pm IST)
  • રાજકોટમાં સાંજે ૫:૧૫ વાગ્યે વાદળછાયુ વાતાવરણ છવાયુ છે : સૌરાષ્ટ્રના સાગરકાંઠે ૧૮મી સુધીમાં વાવાઝોડુ આવવાની જાહેરાત થઈ છે ત્યારે તેની પૂર્વ સંધ્યાઍ રાજકોટમાં આજે બપોર પછી વાદળા મિશ્રીત તડકાનું વાતાવરણ જાવા મળે છે access_time 5:30 pm IST

  • રશિયન સરકારે “અંફ્રેન્ડલી સ્ટેટ્સ” ની સૂચિ બહાર પાડી છે જેમાં હવે અમેરિકા અને ચેક રિપબ્લિકનો સમાવેશ થાય છે. ચેક દૂતાવાસને 19 રશિયન નાગરિકો અને અમેરિકી દૂતાવાસોને એકપણ અધિકારી રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં તેમ રશિયન સરકારના સૂત્રોએ જણાવ્યું હતું. access_time 12:48 am IST

  • સુ. શ્રી ઇન્દુ જૈન, ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના ગ્રુપ ચેરમેનનું દુઃખદ નિધન : તેઓ એક અસાધારણ સ્ત્રી અને ઉદ્યોગસાહસિક હતા, જે આધ્યાત્મિકતામાં ખૂબ રસ ધરાવતા એકદમ અનોખા વ્યક્તિ હતા : ૐ શાંતિ... access_time 10:29 pm IST