Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ખુની હુમલાના કેસમાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ,તા. ૧૪: મારી નાખવાના ઇરાદાથી થયેલા હુમલાના ગુનામાં પકડાયેલા હીસ્ટ્રીસીટર આરોપીને જામીન ઉપર મુકત કરવા સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટ શહેરના 'એ' ડીવી. પો.સ્ટે. ફરીયાદી અલ્તાફભાઇ આમદભાઇ જસરાયા પો.સ્ટે.માં આઇ.પી.સી. કલમ ૩૦૭, ૫૦૬ (૨), ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એકટ કલમ ૩૭ (૧) ૧૩૫ તથા આર્મ્સ એકટની કલમ ૨૫ (એ), (૧-બી) (એ), મુજબની ફરિયાદ નોંધાવેલી. જેમાં આરોપી ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમભાઇ કાથરોટીગા વગેરે સામે નોંધાવેલી. જે ફરિયાદની અનુસંધાને તપાસનીસ અધિકારીશ્રીએ આરોપી ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમભાઇ કાથરોટીયાની ધરપકડ કરેલી.જે ગુનામાં તપાસનીશ અધિકારીએ લોઅર કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ ફાઇલ કરેલ. જેલ હવાલે રહેલા આરોપીએ પોતાને જામીન ઉપર મુકત કરવા માટે એડી.સેશન્સ જજની કોર્ટમાં જામીન અરજી ગુજારતા, કેસની હકીકત અને બચાવ પક્ષનાવકીલોની રજુઆતને ધ્યાને લઇને એડી. ર્ડીસ્ટ્રીકટ જજ શ્રી દિગંત એ.વોરાએ રૂ. ૨૫,૦૦૦ના શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલો હતો.

આ કામમાં અરજદાર/ આરોપીના બચાવ પક્ષે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી ચીમનભાઇ ડી.સાંકળીયા, અતુલભાઇ બોરીચા, મનીષાબેન પોપટ, પ્રકારભાઇ કેશુર, અહેશાન એ. કલાડીયા, સી.એચ.પાટડીયા, જી.એમ.વોરા, વિજયભાઇ સોંદરવા, જયેશભાઇ જે. યાદવ, વગેરે રોકાયેલા હતા.

(3:09 pm IST)