Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

પરશુરામ જયંતિની સાદગીભેર ઉજવણી : ઘરે ઘરે થયા પૂજા પાઠ

રાજકોટ : આજે અક્ષર તૃતિયાનો પાવન દિવસ છે. ભગવાન પરશુરામજીની જન્મ જયંતિનો અવસર. દર વર્ષે ધામેધુમે શોભાયાત્રા સહીતના કાર્યક્રમો સાથે પરશુરામ જયંતિની ઉજવણી કરાતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારી ધ્યાને લઇ ભુદેવો અને ધર્મપ્રેમીજનોએ ઘરે ઘરે જ ભગવાન પરશુરામજીનું પૂજન અર્ચન કરી સાદગીભેર ઉજવણી કરી હતી. દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજની એક યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં આજે પરશુરામ જયંતિની ઉમંગભેર ઉજવણી કરાઇ હતી. ઘરે ઘરે જ પરશુરમજીનું સ્થાપન કરી સોશ્યલ ડીસ્ટન્સ સહીતના નિયમ પાલન સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ તેમજ ડો. જૈમનભાઇ ઉપાધ્યાયએ ઘરની બાલ્કનીમાં દિવડા પ્રાવી ઘંટારવ કરેલ. સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ છેલભાઇ જોષી, પ્રવકતા જયંતભાઇ ઠાકર, મીડિયા ઇન્ચાર્જ હરેશભાઇ જોષીએ પણ જય પરશુરામના નાદ ગજાવ્યા હતા. અંશ ભારદ્વાજ, અલ્કાબેન અભયભાઇ ભારદ્વાજ, સંજયભાઇ દવે, દેવાયતભાઇ ખવડ સહીતના અગ્રણીઓએ ભગવાન પરશુરામજીનું પૂજન અર્ચન કર્યુ હતુ.  જાણીતા શાસ્ત્રી દર્શનભાઇ જોષીએ ઓનલાઇન પૂજા અર્ચના કરાવેલ. આ તકે સોશ્યલ મીડિયાની વ્યવસ્થા ઉદય જોષી, હીતેષ જોષી, ઉર્વશી જોષીએ સંભાળી હતી. મંગળાબેન જોષીએ પણ પૂજાનો લ્હાવો લીધો હતો. તે સમયની વિવિધ તસ્વીરો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:11 pm IST)