Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

રાજકોટની ર૦ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ''માઁ કાર્ડ'' હેઠળ સારવાર

કોરોના સારવાર માટે ''માઁ કાર્ડ'' ને માન્યતા અપાતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આભાર માનતા પદાધિકારીઓ : ૧૦ જુલાઇ સુધી દાખલ થનાર કોરોના દર્દીઓને પ૦ હજાર સુધીની આર્થિક સહાય : દર્દીને રોજનાં પ૦૦૦ની સહાય લેખે હોસ્પિટલને સરકાર ચાર્જ ચુકવશે : ''માઁ કાર્ડ'' સંદર્ભે કોઇ ફરીયાદ હોય તો મ.ન.પા. આરોગ્ય અધિકારીનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૪ :.. શહેરની ર૦ ખાનગી હોસ્પીટલોમાં આજથી જ ર્મા કાર્ડ હેઠળ કોરોનાની સારવાર આપવાનું શરૂ થઇ ગયાનું મેયર પ્રદિપ ડવ સહિતનાં મ.ન.પા.નાં પદાધિકારીઓએ જાહેર કર્યુ છે અને આ સુવિધા આપવા માટે રાજયનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી છે.

મેયર ડૉ.પ્રદિપભાઈ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા આરોગ્ય સમિતિ ચેરમેન રાજેશ્રીબેન ડોડીયા એક સંયુકત યાદીમાં જણાવે છે કે, રાજ્યમાં કોરોના મહામારી અંતર્ગત સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જનહિતમાં અનેક નિર્ણયો કરેલ છે. જેમાં ગઈ કાલે, માન.મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી અમૃતમ/મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના અંતર્ગત કોવીડ-૧૯ની સારવાર આપવાનો નિર્ણય કરેલ છે. જે બદલ અભિનંદન સહઆભાર. 

આ યોજના અંતર્ગત લાભાર્થીઓને કોરોના સારવાર સહેલાઈથી મળી રહે તેના માટે યોજના અંતર્ગત જોડાયેલ તમામ સરકારી, ટ્રસ્ટ/ગ્રાન્ટ-ઇન-એઇડ તેમજ ખાનગી દવાખાનાઓ જે કોરોના સારવાર આપી શકે છે (સરકારના ધારાધોરણ મુજબ) તેવા તમામ દવાખાનાઓને યોજના અંતર્ગત લાભાર્થીઓની કોવિડની સારવાર માટે પ્રતિદિન મહત્તમ રૂ.૫,૦૦૦ લેખે મહત્તમ રૂ.૫૦,૦૦૦ સુધી સારવાર ખર્ચ નીચે પ્રમાણે મળી રહેશે.

સારવાર આપતા પહેલા પી.એમ.જે.એ.વાયના સોફ્ટવેર માં લાભાર્થીની નોંધણી તેમજ દવાની મંજૂરી મેળવવાની રહેશે. સારવાર ખર્ચમાં લાભાર્થીને આપવાની થતી તમામ દવાઓ, ઇન્જેકશન, diagnostic, તપાસ, ચા-નાસ્તા, જમવાનું, ડોકટરની ફી  નસિંગ ચાર્જ, હોસ્પિટલ બેડ (આઈસીસીયુ, વેન્ટીલેટર સહિત) જેવા તમામ ખર્ચનો સમાવેશ થાય છે. દર્દીને સી.ટી.સ્કેન (ફકત એક જ વખત) તેમજ આર.ટી.પી.સી.આર ટેસ્ટ માટે અલગથી મંજૂરી મેળવવાની રહેશે જેનો ખર્ચનું ચુકવણું અલગથી યોજના અંતર્ગત કરવામાં આવશે. લાભાર્થીને કોરોનાને લગતી તમામ પ્રકારની સારવાર મફત આપવાની રહેશે.

નોંધનીય છે કે ઉપરોકત ખર્ચમાં લાભાર્થીને હોસ્પિટલ ડિસ્ચાર્જથી દસ દિવસ સુધી આપવાની થતી તમામ દવાઓનો ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ સારવાર તા.૧૦ જુલાઈ,૨૦૨૧ સુધી દાખલ થનાર દર્દીઓ માટે માન્ય રહેશે.

મુખ્યમંત્રીના ઉપરોકત નિર્ણયથી ગરીબો અને માધ્યમ વર્ગના લોકોને આશીર્વાદરૂપ પૂરવાર થશે. તેમ અંતમાં મેયરશ્રી તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી તથા આરોગ્ય સમિતિ ચેરમેનશ્રીએ જણાવ્યું હતું.

આ ખાનગી હોસ્પિટલોએ ''માઁ કાર્ડ'' હેઠળ કોરોનાની સારવાર કરવી પડશે

હોસ્પિટલમાં નામ                સરનામું

આકાર હોસ્પિટલ                વિરાણી ચોક, એન.આર.આર. કમિશનર બંગલો, રાજકોટ

અનીશ હોસ્પિટલ                સ્વામી વિવેકાનંદ પ્રતિમા સામે, યાજ્ઞિક રોડ રાજકોટ સામે

આયુષ હોસ્પિટલ                વિદ્યાનગર મુખ્ય માર્ગ, રાજકોટ

બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ  યુનિવર્સિટી રોડ,રાજકોટ

ક્રાઇસ્ટ હોસ્પિટલ                 ક્રાસ્ટ હોસ્પિટલ, માધાપર, જામનગર રોડ,

દિવ્યમ હોસ્પિટલ                ગંગા કોમ્પ્લેકસ, વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ.

ગોકુળ હોસ્પિટલ કુવાડવા રોડ   ૧૪, સદગુરુનગર, કુવાડવા રોડ

હરિલાલ જેચંદ દોશી હોસ્પિટલ ટ્રસ્ટ-      માલવીયાનગર ગોંડલ રોડ, રાજકોટ

એચસીજી હોસ્પિટલો             અયોધ્યા ચોક, અસ્થા એવન્યુ નજીક,૧૫૦ ફુટ રિંગ રોડ,રાજકોટ

જલારામ રઘુકુલ સાર્વજનિક હોસ્પિટલ     પંચવટી હોલ પાસે,બી/એચ શ્રીનાથજી ટાવર, પંચવટી ક્રોસ રોડ, રાજકોટ

લોટસની હોસ્પિટલ              ઠાકોર્જી આરક્ષિત, બીજો માળે, આંબેડકર ભવનની પાછળ,

                                 કોઠારીયા રોડ, રાજકોટ

એન.એમ.વિરાણી વોકાર્ડ હોસ્પિટલ રાજકોટ     કાલાવડ રોડ.

ઓલમ્પસ હોસ્પિટલ તન્ના હેલ્થકેર પ્રા. લિ. વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ--૩૬૦૦૦૧

રાજકોટ કેન્સર સોસાયટી અને   શ્રીમતી નીલાબેન કાંતિલાલ કોઠારી કેન્સર ચિકિત્સા ભવન,

એલાઇડ હોસ્પિટલ               ૧, તિરૂપતિનગર, રૈયા રોડ

સદ્ભાવના હોસ્પિટલ મેડિકલ રિસર્ચ સેન્ટર  સદ્ભાવના હોસ્પિટલ, ૧૫૦ ફીટ રીંગ રોડ

શાંતિ મલ્ટિ સ્પેશિયલ હોસ્પિટલ  સાધુ વાસવાણી રોડ યુનિ રોડ, એચપી પમ્પ સામે

શ્રી સત્ય સાઈ હૃદય હોસ્પિટલ    વિરાણી સાયન્સ કોલેજ પાછળ, શ્રી સત્ય સાંઈ માર્ગ,

                                 કાલાવડ રોડની બાજુમાં, રાજકોટ

સ્ટર્લિંગ હોસ્પિટલ                પ્લોટ નં. ૨૫૧, ૧૫૦ ફુટ રીંગ રોડ,

                                 એન.આર.આર. રૈયા સર્કલ.

યુનિકેર હોસ્પિટલ                  શાંતિનગર -૧, પ્લોટ નંબર -૩૦,

                                   જુનિયર નાગેશ્વર જૈન તીર્થ, જામનગર રોડ, ઘંટેશ્વર, રાજકોટ

વેદાન્ત હોસ્પિટલ                  મોટી ટાંકી ચોક રાજકોટ

(3:43 pm IST)