Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

માઁ કાર્ડ યોજના હેઠળ કોવિડ-૧૯ની સારવાર માટે માન્ય હોસ્પિટલમાં પ્રતિદિન રૂ. ૫ હજાર સુધી ખર્ચ મળી રહેશે

મુખ્યમંત્રીના આ નિર્ણયને આવકારતા જયમીન ઠાકર

રાજકોટ,તા. ૧૪: રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ માન્ય ખાનગી હોસ્પિટલોમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી અમૃતમ, મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના હેઠળ માન્ય ખાનગી હોસ્પિટલોમાં  કોવિડ-૧૯ની સારવાર આપવાના નિર્ણયને આવકારતા કોર્પોરેટર જયમીન ઠાકરે આવકાયો છે.

 આ અંગે કોર્પોરેટર જયમીન ઠાકર એક યાદીમાં જણાવે છે કે, ગુજરાતમાં કોરોના મહામારી અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જનહિતમાં અનેક નિર્ણયોની સાથોસાથ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી અમૃતમ-મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના અંતર્ગત કોવીડ-૧૯ની સારવાર આપવાનો નિર્ણય કરેલ છે. જે ખરેખર આવકારદાયક છે.આ યોજના અંતર્ગત લાભાર્થીઓને કોવિડ-૧૯ હેઠળ સારવાર સહેલાઈથી મળી રહે તેના માટે યોજના અંતર્ગત જોડાયેલ તમામ સરકારી, ટ્રસ્ટ/ગ્રાન્ટ-ઇન-એઇડ તેમજ ખાનગી દવાખાનાઓ જે કોવિડ-૧૯ની સારવાર આપી શકે છે (સરકારના ધારાધોરણ મુજબ) તેવા તમામ દવાખાનાઓને યોજના અંતર્ગત લાભાર્થીઓની કોવિડ-૧૯ની સારવાર માટે પ્રતિદિન રૂ.૫,૦૦૦ લેખે મહત્ત્।મ રૂ.૫૦,૦૦૦ સુધી સારવાર ખર્ચ મળી રહેશે. લાભાર્થીને કોવિડ-૧૯ને લગતી તમામ પ્રકારની સારવાર મફત આપવાની રહેશે. ઉપરોકત ખર્ચમાં લાભાર્થીને હોસ્પિટલ ડિસ્ચાર્જથી દસ દિવસ સુધી આપવાની થતી તમામ દવાઓનો ખર્ચ પણ સમાવિષ્ટ છે. આ સારવાર તારીખ ૧૦ જુલાઈ,૨૦૨૧ સુધી દાખલ થનાર દર્દીઓ માટે માન્ય રહેશે.

(3:44 pm IST)