Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

શહેરમાં ઓવરબ્રિજોના કામ રપ% જેટલા જ થયા

ભૂપેન્‍દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઇની રજૂઆતઃ રૂબરૂ મળવા સમય માંગ્‍યો

રાજકોટ તા. ૧૩ :.. રાજયના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને વોર્ડ નં. ૧પ નાં કોંગ્રેસનાં કોર્પોરેટર અને તાજેતરમાં  ‘આપ' માં જોડાયેલા વશરામભાઇ સાગઠીયા  અને કોમલબેન  ભારાઇએ રાજકોટના પ્રાણ પ્રશ્નો ઉકેલવા તથા પ્રજાના પરસેવાના નાણાનો બગાડ થતો અટકાવવા માંગ કરી છે.
આ ઉપરાંત રાજકોટ કોર્પોરેશનમાં સમીક્ષા બેઠક બોલાવવા માટે મુખ્‍યમંત્રીનો આભાર માનીને કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ આપને ખોટી માહિતી આપશે તેવી શંકા વ્‍યકત કરીને અમોને સાંભળવા માટે રૂબરૂ ગમે ત્‍યાં બોલાવવા સમય માંગ્‍યો હતો.
વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇએ જણાવ્‍યું છે કે, રાજકોટ મહાનગર પાલિકાના અનેક પ્રોજેકટો આપની સરકારે જાહેર કરેલા છે. પરંતુ તેમાંથી અમુક પ્રોજેકટમાં જેવા કે પરશુરામ તળાવ જે રૈયામાં જાહેર કરેલ હતું તે કયાં છે. તેવા ઘણા પ્રોજેકટ છે પરંતુ અમારે આપને રાજકોટમાં થઇ રહેલા પ્રોજેકટોની જ વાત કરવી છે જેવા કે સ્‍માર્ટ સીટી પ્રોજેકટ કે જેમાં સરકારે ર૭૦૦ કરોડનાં કામો થશે તેવી જાહેરાત કરી છે.
ઓવર બ્રીજોના કામની મુદતો પુર્ણ  થઇ ગઇ કોર્પોરેશન સમય મર્યાદા વધારી આપે સીમેન્‍ટ, લોખંડમાં ભાવ વધારો થાય અને તે ભાવ વધારો માંગે છે તેવું જાણવા આર. એમ. સી. માંથી અમને મળેલ છે તો  સાહેબ પહેલા પણ ૪પ થી પ૦ ટકા ઓનથી કામ આપેલા છે અને હવે વધારે માંગે તો અંતે તો પ્રજાના ખીસ્‍સામાંથી નાણા જવાના  છે તો યોગ્‍ય નિર્ણય લેવા જેથી પ્રજાના પરસેવાની કમાણીના વેડફાઇ અમુક ઓવરબ્રીજોના કામો હજુ રપ ટકા અમુક કામો ૩પ થી ૪પ ટકા જ થયા છે. તેની મુદત પણ પુણ થઇ ગઇ છે તો મહેરબાની કરી પ્રજાના પૈસા વેડફાઇ નહી તે જો જો. મોદીની સૌની યોજનાથી લોકોને પાણી મળશે પરંતુ રાજકોટની પ્રજાને આજેય ફકત ૧પ મીનીટ પાણી મળે છે તેનું કાંઇક કરજો. નરેન્‍દ્રભાઇ મોદી સી. એમ. હતા ત્‍યારે રાજકોટને કરોડો રૂપિયાની જાહેરાતો કરી હતી.
પણ વિકાસ કયાં ? નાણા કયાં ? કોણ અને કયાં વાપરે છે તેનો હિસાબ માંગજો ? ૧૧૮ કરોડના ખર્ચ આવાસ યોજના ના ૧૧૪૪ મકાનો આપવાનાં હતાં. રૂડામાં બે વર્ષથી લાભાર્થીઓએ રૂપિયા ચૂકવી દિધા છે તો પણ મકાનો મળતા નથી અને લાભાર્થીઓ ભાડાનાં  મકાનમાં રહે છે. વિવિધ મુદ્‌્‌ે યોગ્‍ય કરવા જણાવ્‍યું છે.

 

(4:09 pm IST)