Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

સોેરાષ્‍ટ્રમાં પ્રથમ વખત

બ્રહ્મસમાજના ઉત્‍કર્ષ અને વૈચારિક ક્રાંતિ માટ કાલે ભુદેવોની ચિંતન શીબીર

વિવિધ વિષયો પર ખ્‍યાતનામ બ્રહ્મઅગ્રણીઓ વકતવ્‍ય : વર્તમાન સ્‍થિતિને લક્ષમાં રાખી વિવિધ વિષયો પર વિચાર-ગોષ્‍ઠિઃતેજસ ત્રિવેદી

રાજકોટઃ ભુદેવ સેવા સમિતિના સ્‍થાપક અને બ્રહ્મ યુવા અગ્રણી તેજસ ત્રિવેદીની એક યાદીમાં જણાવાયું છે કે ભુદેવ સેવા સમિતિ દ્વારા આવતીકાલે તા.૧૫ ના રવીવારે સવારે ૯:૩૦ કલાકે જામનગર રોડ સ્‍થિત ટીજીએમ ખાતે બ્રહ્મસમાજના ઉત્‍કર્ષ માટે બ્રહ્મસેવકોની એક દિવસીય વૈચારીક શિબીર-વિચાર-ગોષ્‍ઠિનું આયોજન કરવામાં આવેલ છે. જેમા ઝાલાવાડ ૧૭ તાલુકા ઓેદીચ્‍ય સહષા બ્રહ્મસમાજ, શ્રીમાળી બ્રહ્મસમાજ, સોેરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ વિદ્યા પ્રસારક મંડળ વિ. બ્રહ્મસમાજના આગેવાનો ઉપસ્‍થિત રહેશે.
આ ચિંતન શીબીરમાં વિવિધ વિષયો જેમકે આધ્‍યાત્‍મીક સત્ર, સામાજીક સંગઠન સત્ર,પે્રરણાત્‍મક સત્ર, શૈક્ષણીક અને રોજગાર સત્ર અને રાજકીય સત્ર જેવા સત્રો પર વિવિધ વકતાઓ  વકતવ્‍ય આપશે.આ ચિંતન શીબીરમાં સાધુ-સંતો,વિવિધ ક્ષેત્રના કલાકારો ઉપસ્‍થિત રહેશે.

 

(3:52 pm IST)