Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

ચેક રિટર્ન કેસમાં એચ.કે.આર. એન્‍ટરપ્રાઇઝના પ્રોપાઇટરને છ માસની સજા અને વળતરનો હુકમ

રાજકોટ તા.૧૪: રૂપીયા ૧૪,૫૯,૩૬૬ નો ચેક રીટર્નની ફરીયાદમાં આરોપીને છ મહિનાની કેદ તથા ચેક મુજબનું વળતર ચુકવવાનો હુકમ રાજકોટની સ્‍પેશ્‍યલ નેગોશીયેબલ કોર્ટે કર્યો હતો.
આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના સેન્‍ચ્‍યુરી એકવાકલ્‍ચર પ્રોડકટસ પ્રા.લી. કંપનીના ડીરેકટર દરજ્જે ધર્મેશભાઇ શીવલાલભાઇ પટેલ (ફરીયાદી) અને એચ.કે.આર. એન્‍ટરપ્રાઇઝના પ્રોપાઇટર દરજ્જે ᅠહરી ક્રિષ્‍નમ રાજુ (આરોપી), ફરીયાદી સેન્‍ચ્‍યુરી એકવાકલ્‍ચર પ્રા.લી. કંપની છે અને કંપની એકટ મુજબ રજીસ્‍ટર થયેલ કંપની છે મવડી પ્‍લોટ રાજકોટમાં ઉપરોકત સરનામેથી જીંગા ઉછેરના જુદા જુદા પ્રકારના મશીનો બનાવવા તથા વેચાણ કરવાનો ધંધો કરે છે.
ફરીયાદી પાસેથી ઉધાર માલની ખરીદી કરેલ અને સદરહું બીલ મુજબની બાકી રહેતી લેણી રકમ પૈકીની રકમ ચુકવવા સંબંધે આરોપીએ ફરીયાદીની કંપની સેન્‍ચ્‍યુરી એકવાકલ્‍ચર પ્રોડકટસ પ્રા.લી.ના નામનો આરોપીના ખાતા વાળી બેંકનો રકમ રૂા.૧૪,૫૯,૩૬૬/- અંકે રૂપિયા ચોૈદ લાખ ઓગણસાઇઠ હજાર ત્રણસો છાંસઠ પુરા પુરાનો ચેક રૂબરૂ આવી, લખી, સહી કરીને આપેલ.
સદરહુ ચેક ફરીયાદીએ કલીયરીંગમાં રજુ કરતા પેમેન્‍ટ સ્‍ટોપડ બાય ડ્રોવરના શેરા સાથે પરત ફરેલ, જે ચેક રીટર્ન થતા ફીડેલ પંપ પ્રા.લી. કંપનીના ડીરેકટરોએ આપેલ સતા અધિકાર દરજ્જે ફરીયાદી ધર્મેશભાઇ શીવલાલભાઇ પટેલએ વકીલશ્રી મારફત આરોપીને નોટીસ આપેલ હતી.
ફરીયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલ રજુઆતો અને વડી અદાલતો હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના ચુકાદાઓને ધ્‍યાને લઇ રાજકોટના એડી.ચીફ જયુડી. મેજીસ્‍ટ્રેટ શ્રી જી.ડી.પડીયાએ આરોપીના આ ગંભીર ગુના સબબ આરોપી એચ.કે.આર. એન્‍ટરપ્રાઇઝના પ્રોપાઇટર દરજ્જે શ્રી હરી ક્રિષ્‍નમ રાજુને ૬ માસની સાદી કેદ તથા ફરીયાદીને રકમ રૂા.૧૪,૫૯,૩૬૬/- નું વળતર ન ચૂકવે તો વધુ ૧ (એક) માસની જેલની સજા કરેલ હતી.
આ કામે ફરીયાદી વતી વકીલ તરીકે રાજકોટના રમેશભાઇ યુ.પટેલ, મુકતા આર.પટેલ, રણજીત બી.મકવાણા, કેવીન એમ. ભંડેરી, એલ.બી.સાવલીયા, હર્ષા બી. ભંડેરી રોકાયેલ હતા.

 

(3:53 pm IST)