Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

કપાસમાં વણથંભી તેજીઃ નવો ભાવ ર૭૬ર રૂા.

રાજકોટ, તા., ૧૪:   કપાસમાં  એકધારી તેજીના પગલે રોજ-બરોજ નવી સપાટી જોવા મળી રહી છે. આજે રાજકોટ યાર્ડમાં  કપાસ એક મણના ભાવ ર૭૬૨ રૂપીયાની નવી ઐતિહાસિક સપાટી બનાવી હતી.  
રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ૧૨૫૦ કવીન્‍ટલ કપાસની આવક હતી અને કપાસ એક મણના ભાવ ર૦૫૦ થી ર૭૬૨ રૂપીયાના ઐતિહાસિક ભાવે સોદા પડયા હતા. ગઇકાલે કપાસ એક મણના ભાવ ૨૭૧૦ રૂપીયા હતા તેમાં આજે  પર રૂપીયાના ઉછાળા સાથે ભાવ ર૭૬૨ રૂપીયાની  નવી સપાટી બનાવી હતી.
બેસ્‍ટ કવોલીટીના કપાસની માંગ રહેતા અને સામે આવકો ઘટતા કપાસના ભાવો આસમાને પહોંચ્‍યા છે. કપાસમાં ભાવ વધારાના પગલે કપાસ આધારીત ખોળથી માંડીને કપડા સહીતના ઉત્‍પાદનો મોંઘા થાય તેવી વકી છે.

 

(4:08 pm IST)