Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

કેકેવી ચોક ડબલ ફલાય ઓવર ૧II વર્ષે તૈયાર થશે

કાલાવડ રોડ પર ફલાય ઓવરની કામગીરી અંગે પદાધિકારીઓની સ્થળ મુલાકાત : ફોરલાઇન બ્રીજ બની રહ્યો છે : બંને બાજુએ બાજુએ ૭.૨૫ મીટરના સર્વીસ રોડ : ૩૯ પીલર : ઉપર બ્રીજ બનશે : હાલમાં કોટેચા ચોકથી કેકેવી ચોક સુધી પીલર માટે ખોદકામ થઇ રહ્યું છે

કેકેવી ચોક ડબલ ફલાય ઓવરબ્રીજની કામગીરી અંગે પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, મેયર પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ, બાંધકામ ચેરમેન કેતન પટેલ, શાસક નેતા વિનુભાઇ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ વગેરેએ સ્થળ મુલાકાત લીધી તે વખતની તસ્વીર.

રાજકોટ તા. ૧૪ : કાલાવડ રોડ ઉપર કેકેવી ચોક ખાતે ડબલ ફલાય ઓવરની કામગીરી ચાલી રહી છે તેની સ્થળ મુલાકાત લીધા બાદ મેયર ડો. પ્રદિપ ડવ સહિતના પદાધિકારીએ આ બ્રીજ ૧ાા વર્ષ એટલે કે જાન્યુઆરી ૨૦૨૩માં તૈયાર થઇ જશે. તેવી આશા વ્યકત કરી હતી.

સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેર સૌથી ઝડપી વિકસી રહેલ છે. શહેરમાં દિન-પ્રતિદિન વધતા જતા ટ્રાફિકના ભારણને હળવું કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી જગ્યાએ ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. જેના અનુસંધાને આજ તા.૧૪ના કે.કે.વી. ચોક ૧૫૦ ફૂટ રીંગ રોડ, કાલાવડ રાજકોટ તરફ રૂ.૧૨૯.૫૩ કરોડના ખર્ચે ફલાય ઓવરબ્રિજની કામગીરીની સ્થળ મુલાકાત લેતા મેયર ડો.પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા, ડો.રાજેશ્રીબેન ડોડીયા, વોર્ડ નં.૦૮ના અશ્વિનભાઈ પાંભર, બિપીનભાઈ બેરા, ડો.દર્શનાબેન પંડ્યા, તેમજ સંબંધક અધિકારી સિટી એન્જી. ડોડીયા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ફલાય ઓવરબ્રિજની વિગત

.  ફોરલેન ફલાય ઓવરબ્રિજ

.  સર્વિસ રોડની પહોળાઈ ૭.૨૫ મી. બંને તરફ

.  મોટામવા તરફ બ્રિજની લંબાઈ ૭૧૭.૦૦ મી.

.  કોટેચા ચોક તરફ બ્રિજની લંબાઈ ૪૩૫.૦૦ મી.

.  મોટામવા તરફ બ્રિજનું ગ્રેડીયન્ટ ૧.૩૦

.  કોટેચા ચોક તરફ બ્રિજનું ગ્રેડીયન્ટ ૧.૩૦

.  મોટામવા તરફ સિંગલ પીઅર – ૨૬ નંગ (જે પૈકી સર્વિસ રોડનું કામ પૂર્ણ થવામાં છે)

.  કોટેચા ચોક તરફ સિંગલ પીઅર – ૧૩ નંગ (જે પૈકી ૨ પીઅરની ખોદાણ કામ શરૂ થયેલ છે તથા સર્વિસ રોડનું કામ પૂર્ણ થયેલ છે.)

.  ગ્રાઉન્ડથી ઊંચાઈ ૧૩.૫ મી.

.  આ કામે એજન્સીશ્રીને તારીખ ૨૧/૦૧/૨૦૨૧ના રોજ ૨૪ માસની સમય મર્યાદાનો વર્ક ઓર્ડર આપેલ. પ્રોજેકટ પૂર્ણ થવાની તા.૨૦/૦૧/૨૦૨૩ છે.

ચોમાસા દરમ્યાન લોકોને અવર-જવરમાં મુશ્કેલી ન પડે તેમજ સમયમર્યાદા પહેલા બ્રિજનું કામ પૂર્ણ થાય તે માટે સંબંધક અધિકારીને સુચના આપેલ હતી.

(3:23 pm IST)