Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ખોટુ સોનું પધરાવી ૧૨ લાખની ઠગાઇના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા.૧૪: અસલ સોનાના બદલે ખોટુ સોનુ આપી દઇને રૂ.૧૨ લાખની છેતરપીંડી કરી વિશ્વાસઘાત કરવાના ગુનામાં આરોપીને જામીન ઉપર મુકત કરવાનો લોઅર કોર્ટ હુકમ કર્યો હતો.

રાજકોટ શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુના ૧૩૦૪/૨૦૨૧ થી આઇપીસી.કલમ ૪૦૬,૪૨૦ ૧૧૪ મુજબની ફરીયાદ ભાવેશભાઇ ધીરજલાલ જેઠવાએ આ કામના આરોપી (૧) અર્જુનભાઇ પનાભાઇ મારવાડી (ર) દીલીપભાઇ મારવાડી (૩) દીલીપભાઇ મારવાડીની માતા અને (૪) એક અજાણ્યો શખ્સો આરોપીઓ વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવેલી કે, આ કામના આરોપીઓએ સાથે મળીને ખરા સોનાના કટકા બતાવી, ફરીયાદીને માળા ખરીદ કરવા સારૂ વિશ્વાસમાં લઇ, ફરીયાદીને ખરા સોનાની માળાને બદલે ધાતુની માળા રૂ.૧૨,૦૦,૦૦૦/ માં વેચાણ કરી, ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો કરેલો. જે ફરીયાદના અનુસંધાને ડી.સી.બી. પોલીસ સ્ટેશને આરોપી અર્જુનભાઇ પનાભાઇ મારવાડીની ધરપકડ કરી, આગળની તપાસ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપીને સોંપેલ હતો.

તપાસનીશ અધીકારીએ આરોપીને લોઅર કોર્ટમાં રજુ કરતા, કેસની હકીકત, બચાવ પક્ષની રજુઆતોને ધ્યાને લઇને લોઅર કોર્ટે આરોપી અર્જુનભાઇ પનાભાઇ મારવાડીને રૂ.૧૫,૦૦૦/ના શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં અરજદાર આરોપીના બચાવ પક્ષે રાજકોટના યુવાન ધારાશાસ્ત્રી શ્રી ચીમનભાઇ ડી.સાંકળીયા, અતુલભાઇ બોરીચા, મનીષાબેન પોપટ, પ્રકાશભાઇ એ.કેશર, વિજયભાઇ સોંદરવા, વિજયભાઇ ડી.બાવળીયા, અહેશાન એ.કલાડીયા, સી.એચ.પાટડીયા, વગેરે રોકાયેલા હતા.

(3:46 pm IST)