Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

રૂ. એક લાખના ચેકરિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને એક લાખનું વળતર ચુકવવા હુકમ

આરોપી વળતરની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો આદેશ

રાજકોટ તા. ૧૪: રાજકોટની કે. બી. ફાઇનાન્સીન પેઢી પાસેથી રૂ. ૧,૦૦,૦૦૦/- ની લોન લીધેલ હતી. જે લોનનું પેમેન્ટ ચૂકવવા માટે આ કામના આરોપી એ ફરિયાદી પેઢી કે. બી. ફાનાન્સને રૂ. ૧,૦૦,૦૦૦/-નો ચેક આપેલ હતો. જે ચેક રીટર્ન થતાં આ કામના આરોપી વિરૂદ્ધ રાજકોટની કોર્ટમાં કેસ ચાલી જતાં આ કામના આરોપી જીતેન્દ્ર જયંતિલાલ ટાંકને રૂ. ૧,૦૦,૦૦૦/- નું વળતર ચુકવવા તથા એક વર્ષની સાદી જેલની સજા તથા વળસતર રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ એક વર્ષની જેલની સજા ભોગવવાનો હુકમ ફરમાવેલ છે.

બનાવની હકીકત એવી છે કે આ કામના આરોપીએ રાજકોટની કે. બી. ફાયનાન્સ નામી નાણાં ધીરધારનું લાયસન્સ મેળવી કાયદેસર રીતે નાણા ધીરધારનું કામ કરે છે. જે પેઢીમાંથી આ કામના આરોપી જીતેન્દ્ર જયંતિલાલ ટાંક રાજકોટ નામે રાજકોટના કે. બી. ફાઇનાન્સીન પેઢીમાં ધીરધારના તમામ ડોકયુમેન્ટસ માહેની તમામ શરતોનો સ્વીકાર કરી તેમાં સહીઓ કરી રૂ. ૧,૦૦,૦૦૦/- ની લોન લીધેલ હતી.

આ લોનના હપ્તા ન ચૂકવતા આ કામની ફરિયાદ પેઢીએ, આરોપીઓને મૌખિક ઉઘરાણી કરતાં આ કામના આરોપીએ લોનના પેમેન્ટ પેટે રૂ. ૧,૦૦,૦૦૦/-નો ચેક આપેલ હતો. જે ચેક ફંડ ઇનસીફશીયન્ટના શેરા સાથે પરત ફર્યો હતો. ત્યારબાદ ફરિયાદી પેઢીએ આ કામના આરોપીઓને સદરહું લોન ભરપાઇ કરવા માટે તેમના વકીલશ્રી કમલ એન. કવૈયા મારફત કાનુની નોટીસ પાઠવેલ, તેમ છતાં આ કામના આરોપીએ સદરહું કાયદેસરની લોનના નાણાં ન ભરપાઇ કર્યા, ત્યારબાદ આ કામની ફરિયાદી પેઢી કે. બી. ફાઇનાન્સના પ્રોપરાઇટર દરજજે મિતેશ શૈલેન્દ્રસિંહ ગોહીલએ રાજકોટના ધારાશાસ્ત્રી મારફત રાજકોટનાં એડી. ચીફ જયુડી. મેજીસ્ટેટ શ્રીની (સ્પે. નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ) કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ.

આ કામમાં રાજકોટનાં એડી. ચીફ જયુડી. મેજીસ્ટ્રેટશ્રીની (સ્પે. નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ) કોર્ટ દ્વારા આકમના આરોપીને ચેક રીટર્નનના ગુના સબબ તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા, તથા વળતર પેટે રૂપિયા એક લાખ કે. બી. ફાયનાન્સ પેઢીને ચુકવી આપવા અને તેમાં જો આરોપી કસુર કરે તો આરોપીએ વધુ એક છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવેલ છે.

અરજદાર આરોપી તરફે આ કામમાં રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી કમલ એન. કવૈયા, વિરલ એચ. રાવલ, કનકસિંહ ડી. ચૌહાણ, રાજેશભાઇ એમ. પરમાર, સી. બી. તલાટીયા તથા પરેશ કુકાવા રોકાયેલ હતા.

(3:47 pm IST)