Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

શહેર ભાજપ દ્વારા વિવિધ વોર્ડના પ્રમુખ મહામંત્રીઓની નિમણુંકો

રાજકોટ,તા. ૧૪: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ મહાનગરપાલિકાની ચૂંટણી સંપન્ન થયા બાદ શહેરમાં વિવિધ વોર્ડમાં ખાલી પડેલ પ્રમુખ– મહામંત્રીઓ  માટે નવનિયુકત પ્રમુખ– મહામંત્રીઓની જાહેરાત કરેલ છે.

ભારતીય જનતા પાર્ટીના 'એક વ્યકિત, એક હોદો' ના સિઘ્ધાંતને અનુસરીને કરાયેલ નિયુકિત મુજબ વોર્ડ નં.રના પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.પ ના પ્રમુખ તરીકે દિનેશભાઈ ઘિયાડ, વોર્ડ નં. ૮ ના પ્રમુખ તરીકે તેજશ જોષી, વોર્ડ નં.૧૩ના પ્રમુખ તરીકે કેતન વાછાણી, વોર્ડ નં.૧૪ ના પ્રમુખ તરીકે હરીભાઈ રાતડીયા, વોર્ડ નં.૧૮ના પ્રમુખ તરીકે શૈલેષભાઈ બુસા અને વોર્ડ નં. ૮ ના મહામંત્રી તરીકે જયસુખ મારવીયા તેમજ વોર્ડ નં.૧૩ ના મહામંત્રી તરીકે ભરતભાઈ સવસેટાની વરણી જાહેર કરવામાં આવેલ છે.

આ તકે શહેર ભાજપ વિવિધ વોર્ડના ના આ નવનિયુકત પ્રમુખ– મહામંત્રીઓને   ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા,  ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ,  શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહીલા મોરચા પ્રભારી  અંજલીબેન રૂપાણી  સહીતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી.

(3:48 pm IST)