Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

રાષ્ટ્રીય શાળા પાસે અજાણ્યા વાહને ઠોકર મારતા વૃધ્ધ ભીમજીભાઇનું મોત

પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં આક્રંદ

રાજકોટ,તા. ૧૪ : રાષ્ટ્રીય શાળા વાળો રોડ પર દેવભુવન સામે રાવળડેલા નજીક ચાલીને જઇ રહેલા વૃધ્ધને અજાણ્યા વાહને ઠોકર મારતા વૃધ્ધનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ રાષ્ટ્રીય શાળા પાસે રાવળડેલામાં રહેતા ભીમજીભાઇ લાઘાભાઇ રાઠોડ (ઉવ.૬૫) ગઇ કાલે ચાલીને જતા હતા. ત્યારે ઘર પાસે સંજય આર્ટ ગેલેરી પાસે કોઇ અજાણ્યા વાહનના ચાલકે વૃધ્ધને ઠોકર મારતા તેને માથા તથા શરીરે ઇજા થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. મુકેશભાઇ તથા દેવાંગભાઇએ પ્રાથમીક કાગળો કરી હેડ કોન્સ. રવિભાઇ વાઘેલાએ તપાસ હાથ ધરી છે.

(3:50 pm IST)