Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

કલેઇમની રકમ વ્યાજ સહિત ચુકવવા જામનગર જી. ગ્રાહક ફોરમ કમિશનનો આદેશ

નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીએ રીજેકટ કરેલ

રાજકોટઃ તા.૧૪, જામનગરમા રહેતા વિકાસભાઈ અનિલભાઈ કોઠારીએ નેશનલ ઈન્સ્યોરન્સ વિમા કંપની પાસેથી મેડીકલેઈમ વિમો લીધેલ હતો. મેડીકલેઈમ મુજબ ફરીયાદીના પત્નિની બી.ટી.સવાણો હોસ્પીટલમાં રેનલ બાયોપ્સી કરાવેલ હોય જે અંગેનો કલેઈમ તેમણે નેશનલ ઈન્સ્યોરન્સ કંપની સમક્ષ રજુ કરેલ પરંતુ નેશનલ ઈન્સ્યોરન્સ વિમા કંપનીએ કલેઈમ મુજબની રકમ ન ચુકવતા ફરીયાદીએ જામનગર ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ દાખલ કરતા જામનગર ગ્રાહક તકરાર નિવારણ કમીશન દ્વારા નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીનેફરીયાદીએ કરેલ કલેઈમની રકમ રૂ. ૧૫,૯૨૮/- પુરા તથા ફરીયાદ દાખલ કરેલ છે ત્યારથી કલેઈમની રકમ પર વાર્ષિક ૬ ટકા વ્યાજ તથા ફરૌયાદોને થયેલ માનસિક ત્રાસ, આધાત તથા ફરીયાદ ખર્ચ ના અલગ થી રકમ રૂ. ૧,૫૦૦/- ચુકવવાનો આદેશ ફરમાવેલ.

 આ કેસની ટુંકમાં વિગત એવી છે કે, ફરીયાદી વિકાસભાઈ અનિલભાઈ કોઠારીના ધર્મ પત્નિ બિનાબેન અનિલભાઈ કોઠારીની રેનલ બાયોપ્સી કરવા માટે રાજકોટની બી.ટી.સવાણી હોસ્પીટલમાં દાખલ કરેલ જે અંગેની તમામ જાણકારી ફરીયાદીએ નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીને આપેલ ત્યારબાદ હોસ્પીટલની તમામ લીગલ કાર્યવાહી પુરી કયાં બાદ ફરીયાદીએ હોસ્પીટલ તરફથી મળેલ તમામ ડીસ્ચાર્જ પેપર્સ તથા હોસ્પીટલ તથા દવાના તમામ ઓરીજનલ બિલો નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીને આપી દિધેલ. ત્યારબાદ ફરીયાદોને નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીના એજન્ટ દ્રારા જણાવવામાં આવેલ કે તમારો કલેઈમ ર૪ કલાક હોસ્પીટલાઈઝેશન થયેલ ન હોય તેના કારણે તમારો સંપૂણ કલેઈમ વિમા કંપની દ્રારા રીજેકટ કરવામાં આવેલ છે.

 આથી ફરીયાદો નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીના હુકમથી નારાજ થઈ જામનગરના જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરીયાદ નોંધાવેલ. જેથી ફરીયાદી વતી તેમના એડવોકેટની રજુઆતો તથા ફરૌયાદને લગતા સંયોગીક આધાર-પુરાવાઓ રજુ કરતા  ગ્રાહક તકરાર નિવારણ કમીશન દ્વારા નેશનલ ઇન્સ્યોરન્સ કંપની ફરીયાદીએ કરેલ કલેઈમની ફરીયાદ દાખલ થયે ત્યારથી સંપૂર્ણ રકમ વાર્ષિક ૬ ટકા વ્યાજ સહિત ચુકવવા તથા ફરીયાદીને થયેલ માનસિક ત્રાસ તથા  ખર્ચના અલગથી ૧,૫૦૦/- ચુકવવા હુકમ ફરમાવેલ.

આ કામે ફરીયાદી વતી રાજકોટના  એડવોકેટ હિમાલય એન.  મીઠાણી, સાગર એસ. હપાણી, હાદિંક શિંગાળા, અંકિત જાવીયા રોકાયેલ હતા.

(3:52 pm IST)