Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

રાજકોટમાં માધાપર ચોકડીએ ૫ કરોડના ખર્ચે EVM ગોડાઉન તૈયાર : કિલ્લા જેવી સુરક્ષા : ૬ હજારથી વધુ મશીન મૂકાશે

ત્રણ માળના બિલ્ડીંગમાં ૫થી વધુ લીફટ : જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો આવરી લેવાઇ... : રાજ્યના ચીફ ઇલેકશન ઓફિસર શ્રી અનુભવ આનંદ આવે તેવી શકયતા : જુલાઇમાં EVM મૂકાશે

રાજકોટ તા. ૧૪ : રાજકોટ કલેકટર તંત્ર અને ચૂંટણી શાખા માટે વધુ એક મહત્વની સુવિધા ઉભી થઇ ગઇ છે.

કલેકટર કચેરીના અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે માધાપર ચોકડી પાસે ૨ હજાર ચો.મી. કે તેથી વધુ જગ્યામાં ગ્રાઉન્ડ પ્લસ+૨ એટલે કે ત્રણ માળનું કિલ્લા જેવું અભેદ સુરક્ષા ધરાવતુ ઇવીએમ રાખવાનું ગોડાઉન તૈયાર થઇ ગયું છે, ૪ થી ૫ હેવી અને પહોળી લીફટ ધરાવતા આ બિલ્ડીંગમાં છેલ્લો ટચ અપાઇ રહ્યો છે અને આવતા મહિને રાજકોટ શહેર - જિલ્લાની તમામ વિધાનસભા બેઠકના ૬ હજારથી વધુ ઇવીએમ ખસેડાશે અને સંભવતઃ આ કાર્યક્રમમાં રાજ્યના ચીફ ઇલેકશન ઓફિસર શ્રી અનુભવ આનંદ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહે તેવી શકયતા છે.

સૂત્રોના ઉમેર્યા પ્રમાણે ઇલેકશન કમિશન ઓફ ઇન્ડીયાની ગ્રાન્ટમાંથી ૫ કરોડના ખર્ચે આ ઇવીએમ ગોડાઉન બનાવાયું છે, તમામ પ્રકારની વ્યવસ્થા - સીસીટીવી કેમેરા, ફર્નીચર, લીફટ, શૌચાલય, ઓફિસ સહિતની સુવિધા ઉમેરાઇ છે. રાઉન્ડ ધ કલોક ચેકીંગ અને મોનીટરીંગ પણ થશે.

(5:29 pm IST)