Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

રાવકી - માખાવડ વચ્ચેના પુલનું કામ ગોકળ ગાયની ગતિએ : વાહનચાલકોને ભારે હાલાકી

રાજકોટ : રાવકી - માખાવડ વચ્ચેના પુલનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલુ છે. ગોકળ ગાયની ગતિએ ચાલતા કામના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ડાયર્વઝન કરાયુ છે તે માર્ગ નદીના પટમાંથી પસાર થાય છે. જે ખાબડ ખુબડ છે. નદીની અંદર કયારે પાણી છોડવામાં આવે તે કાંઇ નકકી નથી હોતુ. પરિણામે નદીના પટમાંથી પસાર થવામાં ભારે જોખમ રહે છે. અનેકવાર નાના મોટા અકસ્માતો પણ થયા છે. રાવકીથી માખાવડ ઇન્ડસ્ટ્રીને જોડતા આ રસ્તા પર ખાંભા, લોધીકા, રીબડા, શાપરના હજારો લોકોએ આવન જાવન કરવાની થતી હોય છે. ત્યારે નવા બની રહેલ પુલનું કામ ઝડપભેર પુરૂ કરીવામાં આવે તેવી માંગણી ઉઠી હોવાનું આ વિસ્તારના શ્રી બકુલ રૂપાણીએ જણાવ્યુ છે.

(5:34 pm IST)