Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

કોઠારીયા સર્વે નં. ૧૧૧ ની ટીપી રિર્ઝવેશન પ્લોટમાં આવારા તત્વોનું દબાણઃ ખૂલ્લે આમ બાંધકામ

પ થી ૧૦ લાખમાં વેચાણ કરે છે...કલેકટરને આવેદનઃ તિરૂપતિ બાલાજી પાર્કના લોકો દોડી આવ્યા

રાજકોટ તા. ૧૪ : કોઠારીયા તિરૂપતિ બાલાજી પાર્ક સોસાયટીના રહેવાસીઓએ કલેકટરને આવેદન પાઠવી કોઠારીયાના સર્વે નં. ૧૧૧ પૈકી ર ના ટી. પી. રીઝર્વેશનના પ્લોટમાં લુખ્ખા આવારા અસામાજીક તત્વો દ્વારા કરેલ દબાણ-બાંધકામને દુર કરવા માંગણી કરી હતી, સાથે ફોટોગ્રાફર પણ આપ્યા હતાં.

આવેદનમાં રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં સમાવિષ્ટ થયેલ ગામ કોઠારીયાના રેવન્યુ સર્વે નં. ૧૧૧ પૈકી ર ની રહેણાંકના હેતુ બીનખેડવાણ અને ઇમારત બાંધવાની મંજૂરીવાળા જમીનના ટી. પી. રીઝર્વેશનના પ્લોટમાં આવારા અસામાજીક તત્વો દ્વારા સદરહું ટી. પી. રીઝર્વેશનના પ્લોટમાં બાંધકામ કરેલ છે. તેમજ બીજુ બાંધકામ કરવા માટે પથ્થરોના ઢગલા કરેલ છે, અને અમોને જણાવેલ કે આપના વાહનો અહીયાથી લઇ લેજો અમારે અહીયા બાંધકામ ચાલુ કરવાનું છે.

આ અગાઉ અમોએ બાંધકામ અટકાવ્યું હતું. ત્યારબાદ ફરીથી બાંધકામ ચાલુ કરી ધાક ધમકી આપવાનું ચાલુ કરેલ છે. જો આપશ્રી દ્વારા અસામાજીક તત્વોને બાંધકામ કરતા અટકાવવામાં ન આવે તો ટી. પી. રીઝર્વેશનના પ્લોટમાં બાંધકામ કરીને અડો જમાવી દે તેવી અમોને દહેશત છે, તેથી ચાલુ બાંધકામને અટકાવવી યોગ્ય કાર્યવાહી કરવા આપને વિનંતી છે, સદરહુ પ્લોટમાં બેસાવા માટેના બાકડા તથા ચાલુ બાંધકામને અટકાવવી યોગ્ય કાર્યવાહી કરવા આપને વિનંતી છે, સદરહું પ્લોટમાં બેસાવા માટેના બાકડા તથા ગાર્ડન તથા અન્ય રમત-ગમતના સાધના મુકી ટી. પી. રીઝર્વેશનના પ્લોટની ફરતે તારની વાડ કરી આપવા વિનંતી છે. આ તત્વોએ પ લાખથી ૧૦ લાખમાં વેચાણ પણ ચાલુ કર્યાનું આવેદનમાં કહેવાયું છે.

(5:36 pm IST)