Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

રાજકોટમાં સાંજ સુધીમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો :રસ્તાઓ તરબોળ :વેસ્ટઝોનમાં ફરી મેઘો મહેરબાન

સેન્ટ્રલ ઝોન અને ઇસ્ટ ઝોનમાં પણ સમીસાંજે વરસાદે જમાવટ કરી : ગરમીમાં લોકોને રાહત મળી

રાજકોટ : શહેરમાં આજે બપોર બાદ વાદળો ખડકાયા બાદ વરસાદ તૂટી પડ્યો હતો, શહેરના કાલાવડ રોડ, રૈયા રોડ પર અનરાધાર વરસાદ વરસ્યો હતો, સાંજે 6-30 વાગ્યા સુધીમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો, ગઈકાલની માફક આજે પણ વેસ્ટ ઝોનમાં મેઘરાજા મહેરબાન થયા હતા, સાંજ સુધીમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો

બપોર બાદ રાજકોટમાં વરસાદ સતત વરસાદ વરસતા રસ્તાઓ તરબોળ બન્યા હતા, નીચાળવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા, વરસાદ પડતા લોકોને ગરમીમાં રાહત મળી હતી

(8:16 pm IST)