Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

રૈયાધારમાં બાળકીની છેડતી કરનાર મહેશ પરમારની આકરી પુછતાછ

યુનિવર્સિટી પોલીસે કલાકોમાં પકડી કાયદાનું ભાન કરાવ્‍યું

રાજકોટ તા. ૧૪: ગવરીદડળથી રૈયાધાર પર તેના સગાને ઘરે આવેલા અને હાલ રૈયાગામ ૧૦૦ વારીયામાં રહેતાં મહેશ મનસુખભાઇ પરમાર (ઉ.૨૮) નામના શખ્‍સે ગત રાતે એક બાળકી તેના ઘર પાસે બેઠી હતી ત્‍યારે તું મને બહુ ગમે છે, હાલ મારી સાથે મેડી ઉપર તેમ કહી પજવણી કરી છેડતી કરી હતી. આ ગુનામાં પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્‍સ. ગિરીરાજસિંહ જાડેજા, રાજેશભાઇ મિયાત્રા, યુવરાજસિંહ, સિધ્‍ધરાજસિંહ, ભગીરથહિં, લક્ષમણભાઇ, બળભદ્રસિંહ, વનરાજભાઇ, ગોપાલસિંહ, દિવ્‍યરાજસિંહ સહિતે આરોપીને કલાકોમાં પકડી લઇ કાયદાનું ભાન કરાવ્‍યું છે. કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. 

વોર્ડ ૯ના કોર્પોરેટર જીતુભાઇ કાટોડીયા અને કાર્યકરોએ કડક કાર્યવાહી માટે રજૂઆત કરી
વોર્ડ નં. ૯ના કોર્પોરેટર જીતુભાઇ કાટોડીયા, કાર્યકર ભૂપતભાઇ ટોળીયા અને રૈયાધારના કાર્યકર અરૂણાબેન પરમાર બનાવની જાણ થતાં પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા હતાં અને બાળાની પજવણી કરી બિભત્‍સ છેડતી કરનારા શખ્‍સ સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં  પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ ડી. વી. બાલાસરા, રાજેશભાઇ મિયાત્રા સહિતની ટીમે ગુનો નોંધી ત્‍વરીત કાર્યવાહી કરી હતી. ૨૮ વર્ષનો ઢગો મહેશ અપરિણીત છે અને છુટક કામ કરે છે. ગવરીદડથી રાજકોટ સગાને ત્‍યાં આવ્‍યો હતો અને બાળાને એકલી ભાળી છેડતી કરી લીધાનું રટણ કર્યુ હતું.

 

(3:31 pm IST)