Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

વડસાવિત્રી પુજન

 આજે વડસાવિત્રીનું વ્રત હોય મહિલાઓએ ભાવપૂર્વક વડ પૂજન કરી પતિના દિર્ઘાયુ અને સુખાકારી માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. પરણીને સાસરે આવેલી મહીલાએ આ વ્રત પાંચ વર્ષ માટે કરવાનું હોય છે. પાંચમાં વર્ષે ઉજવીને પૂર્ણ કરાય છે. આમ તો આ વ્રત ત્રણ દિવસનું હોય છે. જે જેઠ સુદ તેરસથી શરૂ થાય છે એન પૂનમે પુર્ણ થાય છે. પરંતુ હવે સગવડીયા ધર્મ પ્રમાણે બધા એક જ દિવસે ઉપવાસ એકટાણા અને પૂજન કરી છેલ્લે દિવસે જ વડસાવીત્રીનું વત્ર કરે છે. આ દિવસે સૌભાગ્‍યવતી બહેનો વહેલા ઉઠી સ્‍નાન કરી વડની પૂજા કરવા જાય છે. વડમાં બ્રહ્માજી અને સાવિત્રીનો વાસ હોય છે. ગામડામાં ગામની ભાગોળે વડ પૂજવા જાય છે. શહેરોમાં મંદિરોના પ્રાંગણમાં વડની પુજા કરાવાય છે. પતિને દિર્ઘાયુ મળે અને સંસાર સુખમય બની રહે તેવી કામના આ દિવસે કરવામાં આવે છે. તસ્‍વીરમાં વડસાવિત્રીનું પૂજન કરતી મહીલાઓ નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(11:52 am IST)