Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

વોર્ડ નં. ૧૬માં વિસ્તારક તરીકે બુથની માહિતી મેળવતા સાંસદ કુંડારીયા

રાજકોટ,તા. ૧૪: પ્રદેશ ભાજપની યોજનાનુસાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ રાજયભરમાં અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત શકિતકેન્દ્ર દીઠ પાર્ટીના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ ૩ દિવસ  માટે વિસ્તારક તરીકે જઈ પોતાને ફાળવાયેલ શકિતકેન્દ્રનો પ્રવાસ કરેલ

 તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, અલ્પકાલિન યોજનાના રાજકોટ મહાનગરના સંયોજક નરેન્દ્રસિહ ઠાકુર, સહ સંયોજક દીવ્યરાજસિહ ગોહિલ, સોનલબેન ચોવટીયાના માર્ગદર્શન હેઠળ વિવિધ આગેવાનો અને કાર્યકર્તાઓ વિસ્તારક તરીકે જોડાયા હતા.

શહેરના સાંસદ મોહનભાઈ કુંડારીયાએ વોર્ડ–૧૬માં બુથ નં.રરર નો પ્રવાસ કરી આગામી કાર્યક્રમો અને સંગઠનાત્મક બાબતો અંગે ચચા–પરામર્શ કરેલ હતો. આ તકે વોર્ડના પ્રમુખ ભાર્ગવ મિયાત્રા, કોર્પોરેટર સુરેશ વસોયા, બુથના ઈન્ચાર્જ, શકિતકેન્દ્ર સંયોજક, બીએલઓ–ર સહીતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.

(3:24 pm IST)