Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ભારત-આફ્રિકા મેચ સંદર્ભે જામનગરથી રાજકોટ આવતા-ટ્રક- ટેન્‍કર-ટ્રેલરને પડધરી-મોવૈયા સર્કલથી ડાયવર્ઝન અપાયુ

આ વાહનો-ટંકારા થઇ રાજકોટ આવશેઃ અથવા પડધરી-નેકનામ-મીતાણા થઇ રાજકોટ આવશે : એડી. કલેકટરનું તા.૧૭ ના બપોરે ૪ થી તા. ૧૮ ના ૧ વાગ્‍યા સુધી જાહેરનામું: એસટી બસ-સબવાહિની-એમ્‍બ્‍યુલન્‍સ- SCAના વાહનો-મેચ જોવા જતા વાહનોને છુટ અપાઇ

રાજકોટ તા.૧૪ : રાજકોટ એડી.કલેકટર શ્રી કેતન ઠકકરે ૧૭મીએ રમાનાર ખંઢેરી ખાતેના મેચ અંગે મહત્‍વનું જાહેરનામુ પ્રસિધ્‍ધ કર્યુ છે. પોલીસ અધિક્ષક શ્રી રાજકોટ ગ્રામ્‍યના પત્ર મુજબ તા.૧૭/૬/ર૦રર ના રોજ ભારત તથા દક્ષીણઆફ્રીકા વચ્‍ચે આંતરરાષ્‍ટ્રીય ટી-ર૦ ક્રિકેટ મેચ પડધરી પોલીસ સ્‍ટેશનના સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસીઅશેન, ખંઢેરી સ્‍ટેડીયમ ખાતે યોજાનાર છે. આ મેચમાં આશરે ૩૦ હજાર પ્રેક્ષકો વાહન સાથે આવનાર છે આ સ્‍ટેડીયમ રાજકોટ-જામનગર હાઇવે રોડ ઉપર આવેલ છે અને આ હાઇવે ઉપર નાના મોટા તમામ વાહનોનો ટ્રાફીક રહેતો હોય જેથી ઉપરોકત ક્રિકેટ મેચના દિવસ દરમ્‍યાન ટ્રાફીકને કારણે અરાજકતા સર્જાવાની શકયતા તથા મોટા પ્રમાણમાં ટ્રાફીક જામ થવાની શકયતા છે જેની કાયદો અને વ્‍યવસ્‍થા ઉપર અસર થવાની શકયતા દર્શાવેલ છે તેમજ ઉકત ટ્રાફીક જામ નિવારવા અને કાયદો વ્‍યવસ્‍થાની જાળવણી માટે રાજકોટ-જામનગર રોડ ઉપર તા.૧૭ ના બપોરે ૧ વાગ્‍યાથી તા.૧૮ ના ૧ વાગ્‍યા સુધી ટ્રાફીક ડાઇવર્ટ કરવા પોલીસ અધિક્ષકે દરખાસ્‍ત કરેલ છે ઉપરાંત ઉકત ટ્રાફીકને નીચેના માર્ગ ડાઇવર્ટ કરવા વિનંતી કરેલ છે.

આથી તા.૧૭/૬/ર૦રર ના બપોરે ૪ વાગ્‍યાથી તા. ૧૮/૬/ર૦રર ના ૧ વાગ્‍યા સુધી જામનગરથી રાજકોટ તરફ આવતા મોટા વાહનોને (ટ્રક, ટેન્‍કર, ટ્રેલર વિ.) પડધરી-મોવૈયા સર્કલથી ડાઇવર્ઝન આપી, ટંકારા થઇ રાજકોટ તરફ આવશે અથવા પડધરી-નેકનામ-મીતાણા થઇ રાજકોટ તરફ ડાયવર્ઝન આવશે.

પોલીસ અધિક્ષક શ્રી રાજકોટ ગ્રામ્‍ય, રાજકોટ તરફથી ઉકત જણાવવામાં આવેલ વિગતો ધ્‍યાને લઇ અધિક જીલ્લા મેજીસ્‍ટ્રેટ મળેલ સત્તાની રૂએ ઉપર્યુકત દર્શાવેલ વિગતે વાહનો ટ્રાફીક નિયમન અર્થે ડાયવર્ટ કરવા હુકમ કર્યો છ.ે આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.

અપવાદ

સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા ક્રિકેટ મેચના કામે ફરજ પર રોકેલા વાહનો, એસ.ટી.બસ સરકારી ાવહનો, શબવાહીની, એમ્‍બ્‍યુલન્‍સ તથા ફાયર ફાયટર જેવા વાહનો તેમજ જે લોકો ક્રિકેટ બોર્ડની ટીકીટ ખરીદીને કે પાસના આધારે ક્રિકેટ મેચ નિહાળવા ખંઢેરી સ્‍ટેડીયમ જતા હોય તેવા વાહન ચાલકોને તેમજ ખંઢેરી સ્‍ટેડીયમની આસપાસના ગામોમાં રહેતા હોય અને તેનો આધારભુત પુરાવો રજુ કરે તેવા વાહન ચાલકોને આ હુકમ લાગુ પડશે નથી. 

(3:36 pm IST)