Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

રાજકોટની AVPTI કોલેજને NBA એક્રેડિટેશનની માન્યતા

વર્ષ ૧૯૪૮માં શરૂ થયેલ સંસ્થાની અનેરી સિધ્ધિ : રાષ્ટ્રીયસ્તરે માન્યતા પ્રાપ્ત કરેલી સૌરાષ્ટ્ર- કચ્છની પ્રથમ સરકારી ડિપ્લોમા એન્જિનિયરીંગ કોલેજ બનીઃ કોમ્પ્યુટર, ઈ.સી., ઈલેકટ્રીકલ, બાયોમેડીકલ, આઈ.સી., કોમ્પ્યુટર એઈડેડ કોસ્ચ્યુમ ડીઝાઈન એન્ડ ડ્રેસ મેકીંગ જેવા અભ્યાસક્રમો ચાલુ : સમગ્ર કોલેજના પટાંગણમાં સીસીટીવી કાર્યરતઃ વિદ્યાર્થીઓ માટે વાઈફાઈની સુવિધા

રાજકોટઃ સૌરાષ્ટ્ર અને કચ્‍છની સૌથી જૂની અને  જેમને એન્‍જીનીયરીંગ કોલેજ ની સને ૧૯૪૮ શરૂઆત  કરીએ સંસ્‍થા એ.વી.પારેખ ટેકનિકલ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ફરીથી ઉચ્‍ચ શિક્ષણ ના માપદંડો ને સાકાર કરી સંસ્‍થા ની સિદ્ધિ માં સુવર્ણ રેખા અંકિત કરેલ છે. એ.વી.પી.ટી.આઈ રાજકોટ ખાતે ધો. ૧૦ પછી ચાલતા વિવિધ અભ્‍યાસક્રમો જેવા કે  કોમ્‍પ્‍યુટર, ઈ.સી, ઈલેક્‍ટ્રીકલ, બાયો-મેડીકલ , આઈ.સી, કોમ્‍પ્‍યુટર એઇડેડ  કોસ્‍ચ્‍યુમ ડીઝાઇન એન્‍ડ ડ્રેસ મેકિંગ (ફકત વિધાર્થીનીઓ માટે) કાર્યરત છે 

એ.વી.પારેખ ટેકનિકલ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ખાતે NBA એક્રેડિટેશન  એક્‍સપર્ટ ટીમ ની વિઝિટ દ્વારા બાયો મેડિકલ , કોમ્‍પ્‍યુટર એડેડ કોસ્‍ટ્‍યૂમ ડિઝાઇન એન્‍ડ ડ્રેસ મેકિંગ અને ઇલેકટ્રીકલ  એન્‍જીનીયરીંગ વિભાગની  તા .૨૯ એપ્રિલથી ૧ મે ના રોજ કોલેજની મુલાકાત લીધેલ હતી. જેના મૂલ્‍યાંકનને આધારે એ.વી.પી.ટી.આઈ.કોલેજ  ચાર કોર્સને  NBA એક્રેડિટેશન - રાષ્ટ્રીય સ્‍તરે મૂલ્‍યાંકનના માપદંડ ધરાવતી સંસ્‍થા બની છે. કોમ્‍પ્‍યુટર વિભાગને  સાલ ૨૦૨૧માં NBAની માન્‍યતા પ્રાપ્ત કરતી સૌરાષ્ટ્ર - કચ્‍છની પ્રથમ ડિપ્‍લોમા કોલેજ બની . NBA એક્રેડિટેશનની માન્‍યતા એ સંસ્‍થાના ચોક્કસ સ્‍તરના શૈક્ષણિક ધોરણો જાળવે છે. તેનો હેતુ શૈક્ષણિક ગુણવત્તા અને જાહેર જવાબદારીમાં સુધારો છે. આ સતત ગુણવત્તા નિયંત્રણ પ્રક્રિયા ઉતીર્ણ થનાર સંસ્‍થાને  માન્‍યતા મળે છે..

એ.વી.પી.ટી.આઈ. સંસ્‍થાના આચાર્યશ્રી ડો. એ. એસ. પંડ્‍યા, NBA કો-ઓર્ડીનેટર શ્રીમતી હિમાલી રૂપારેલિયા, એન.એમ.મહેતા , બી.સી.ચાંગેલા, એ.આર.રાઠોડ તથા સમગ્ર બાયો મેડિકલ, કોમ્‍પ્‍યુટર એડેડ કોસ્‍ટ્‍યૂમ ડિઝાઇન એન્‍ડ ડ્રેસ મેકિંગ અને ઇલેકટ્રીકલ  વિભાગના ફેકલટી-સ્‍ટાફ મેમ્‍બર્સ, સંસ્‍થાના તમામ ફેકલટી-સ્‍ટાફ મેમ્‍બર્સ, વિદ્યાર્થીઓ, સ્‍ટેકહોલ્‍ડરર્સ, મેન્‍ટર, ગાઈડના અથાગ મહેનતના પરિણામે સંસ્‍થાને આ માન્‍યતા પ્રાપ્ત થયેલ જે સૌરાષ્ટ્ર અને કચ્‍છ એન્‍જીયરીંગ કોલેજની સૌથી જૂની અને પ્રથમ કોલેજની અસ્‍મિતાને જાળવી રાખેલ છે.  ગુજરાત ટેકનિકલ શિક્ષણના  નિયામકશ્રી -  જી ટી પંડ્‍યા (IAS) અને ગુજરાત એન્‍જીનીયરીંગ કોલેજના તમામ ફેક્‍લટી મિત્રો દ્વારા આ સિદ્ધિ મેળવવા બદલ અભિનંદનની શુભેચ્‍છઓ પાઠવવમાં આવી રહી છે.

એ.વી.પારેખ ટેકનિકલ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ખાતે આઈ.સી.ટી. તથા  રિન્‍યુએબલ એનર્જી કોર્સની માન્‍યતા વર્ષ  ૨૦૨૨થી મળેલ છે,જેની એડમિશન પ્રક્રિયા માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવશે . રાજકોટના હાર્દસમા વિસ્‍તારમાં અને સીટી બસ તેમજ એસ. ટી.બસ સ્‍ટોપ થી તદન નજીક અને સાથે જ કોલેજના વિસ્‍તારમાં  જ નજીવી ફી  થી રહેવાની સગવડ માટે સરકારની પોતાની જ  ૨ બોયઝ અને ૧ ગર્લ્‍સ અલાયદી હોસ્‍ટેલ ધરાવે છે. MYSY, ડીજીટલ ગુજરાત અંર્તગત વિવિધ સ્‍ટેટ અને નેશનલ સ્‍કોલરશીપ વિદ્યાર્થીઓ મેળવી શકે છે. વિદ્યાર્થીઓનાં પ્‍લેસમેન્‍ટ માટે દ્યણી બધી નામાંકિત કંપનીઓ જેવીકે રિલાઇન્‍સ,સુઝલોન, એલ એન્‍ડ ટી, વિપ્રો, કલ્‍પતરૂ, આદિત્‍ય બિરલા, કેશવ એંકોન, અદાણિ પાવર,  ટાટા કેમિકલ વગેરે મુલાકાત લે છે.  જોબ ફેરમાં સૌથી વધુ  વિધાર્થીઓનું પ્‍લેસમેન્‍ટ થયેલ છે.  એન્‍જીનીયરીંગ ના વિધાર્થીઓ બિઝનેસ કરી શકે તે માટે સંસ્‍થા ખાતે સ્‍ટુડન્‍ટ સ્‍ટાર્ટઅપ યોજનાનું સૌરાષ્ટ્ર - કચ્‍છ ખાતેનું રીજીયોનલ સેન્‍ટર એ.વી.પી.ટી. આઈ ખાતે કાર્યરત હોવાનું જણાવાયું છે.

તદ્દઉપરાંત , સૌરાષ્ટ્ર ખાતેનું ડિઝાઈન ઇનોવેશન સેન્‍ટર (DIC) - સ્‍પોક સેન્‍ટર પણ એ.વી.પી.ટી. આઈ ખાતે કાર્યરત છે. જેમાં વિવિધ તજજ્ઞો દ્વારા વિધાર્થીઓને પ્રેકટીકલ તાલીમ પૂરી પાડે છે અને નવી ડીઝાઇન પેટન્‍ટ અને વ્‍યવસાયિક રીતે ઉત્‍પાદન કરી શકે તે માટે નાણાકિય સહાય અને માર્ગદર્શન આપે છે.

સંસ્‍થા ખાતે કંપનીઓ નાં પ્‍લેસમેન્‍ટ માટે ઈન્‍ટરવ્‍યું ની તૈયારી માટે તેમજ પર્સનાલિટી ડેવલપમેન્‍ટ માટે ફિનિશિંગ સ્‍કુલ પણ કાર્યરત છે. NBA નો હેતુ આઉટ કામ બેસ્‍ડ એજયુકેશનનો છે - પરિણામ આધારિત શિક્ષણનો સિદ્ધાંત વિદ્યાર્થી દ્વારા શિક્ષણના સૌથી મહત્‍વના પાસા તરીકે મેળવેલ કુશળતા અને પરિણામો પર કેન્‍દ્રિત છે. આ સિદ્ધાંત મુજબ, મૂલ્‍યાંકન, તકો અને વર્ગખંડના અનુભવોનો ઉપયોગ વિદ્યાર્થીઓને તેમના લક્ષ્યો હાંસલ કરવા માટે જરૂરી સહાય પૂરી પાડવી જોઈએ.આથી દરેક સંસ્‍થાએ વિદ્યાર્થીઓના હીતને ધ્‍યાનમાં રાખીને NBA માન્‍યતા મેળવવા માટેની પ્રોસેસ કરવી જોઈએ તેવું સંસ્‍થાના આચાર્યશ્રીએ અખબાર યાદીમાં જણાવેલ છે.

ઉપરોકત સંસ્‍થામાં એડમીશન માટેની પૂછપરછ ફોન ૦૨૮૧-૨૪૬૮૬૮૩ સંપર્ક કરી થઈ શકશે. તેમજ એડમીશન માટેની તમામ માહિતી માટે avpti 2021

તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે એ.વી.પી.ટી.આઈ.ના આચાર્ય શ્રી ડો.એ.એસ.પંડયા, એનબીએ કો- ઓર્ડીનેટર શ્રીમતી હિમાલી રૂપારેલીયા,  શ્રી એન.એમ.મહેતા, શ્રી બી.સી. ચાંગેલા, શ્રી એ.આર. રાઠોડ, શ્રી કિશન દવે નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:43 pm IST)