Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

રૈયાધાર ઇન્‍દિરાનગરમાં બાલુબેન અને પોૈત્ર ભાવેશને ઢીકાપાટુનો માર

રિક્ષા આડી અવળી ચલાવવાની ના પાડતાં વાલજીભાઇ અને તેના પુત્રો કિશન તથા રાહુલ વિરૂધ્‍ધ ફરિયાદ

રાજકોટ તા. ૧૪: રૈયાધાર ઇન્‍દિરાનગરમાં રહેતાં વૃધ્‍ધા અને તેના પોૈત્રને પડોશમાં રહેતાં રિક્ષાચાલક અને તેના બે પુત્રોએ ગાળો દઇ માર મારતાં ફરિયાદ થઇ છે.

યુનિવર્સિટી પોલીસે આ મામલે રૈયાધાર ઇન્‍દિરાનગર મફતીયાપરામાં રહેતાં બાલુબેન સોમાભાઇ વાણીયા (ઉ.૬૨)ની ફરિયાદ પરથી વાલજીભાઇ, રાહુલ અને કિશન બાબરીયા સામે ગુનો નોંધ્‍યો છે. બાલુબેને પોલીસને જણાવ્‍યું હતું કે હું પતિ અને દિકરા મુકેશ તથા પોૈત્રો પરેશ અને ભાવેશ સાથે રહુ છું. તા.૧૨ના સાંજે આઠેક વાગ્‍યે મારો ભાણેજ ગોૈતમ (ઉ.૫) વાળ કપાવવા જતો હતો ત્‍યારે પડોશી વાલજીભાઇ અને તેના પુત્રો રાહુલ તથા કિશન રિક્ષા લઇને આવતાં હોઇ આડી અવળી રિક્ષા હંકારતા હોઇ તે બાબતે બોલાચાલી થતાં બીજા દિવસે સોમવારે ખાર રાખી ગાળો દઇ લાકડીથી હુમલો કરી મને માર માર્યો હતો. પોૈત્ર ભાવેશ વચ્‍ચે પડતાં તેને પણ મારકુટ કરતાં અમે સારવાર લીધી હતી. હેડકોન્‍સ. એ. ડી. અવાડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:45 pm IST)