Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

રાજકોટ બાર એસો. દ્વારા નવા આવેલા ૩૭ જજો અને સીનીયર વકીલોનું સન્માન કરાયું

વકીલાત ક્ષેત્રે ગોલ્ડન જયુબેલી પુરી કરનાર વજુભાઇ વાળા, હસુભાઇ દવે, એસ. બી. ગોગીયા, કે. સી. શેઠ, પી. એચ. મણીયારનું શાલ ઓઢાડી સન્માન કરાયું: નવા આવેલા ૩૭ ન્યાયાધીશોને કાયદાની બુક આપી સન્માનિત કર્યાઃ કર્ણાટકના પુર્વ રાજયપાલ વજુભાઇ વાળા, મેયર પ્રદિપભાઇ ડવ અને માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાની ઉપસ્થિતિ

રાજકોટઃ બાર. ઍસો. દ્વારા નવા જજાનું વેલકમ અને પ૦ વર્ષથી વકીલાત કરનાર સીનીયર વકીલોનું સન્માન કરાયું તે પ્રસંગની તસ્વીરો. (તસ્વીરોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૪: અત્રે તા. ૧૩-૬-ર૦રરના રોજ રાજકોટ બાર એસો. દ્વારા ગોલ્ડન જયુબેલી એડવોકેટશ્રી તથા રાજકોટના બારના ઇતિહાસમાં સૌ પ્રથમ એક સાથે બદલી પામી આવેલ ૩૭ જજોના અભિવાદન માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને આ આયોજનમાં બાર એસો.ના આજીવન સભ્ય ભુતપુર્વ નાણામંત્રી અને રાજયપાલશ્રી વજુભાઇ વાળા, મેયરશ્રી પ્રદિપભાઇ ડવ, જયેશભાઇ બોઘરા, ચેરમેનશ્રી, માર્કેટીંગ યાર્ડ, રાજકોટ તથા ડીસ્ટ્રીકટ જજ યુ. ટી. દેસાઇ તથા પ્રિન્સીપાલ ફેમીલી કોર્ટના જજશ્રી છાંટબાર તથા તમામ આસી. જજો તમામ પ્રિન્સિપલ સિવિલ જજ તથા જયુ. મેજી. સહિતના સિનિયર-જુનિયર તમામ જજો ઉપસ્થિત રહેલ હતા.

ચાલુ કાર્યક્રમ થવા દરમિયાન ખુબજ ભારે વરસાદ આવેલ અને કમ્પાઉન્ડમાંથી કાર્યક્રમ બાર રૂમમાં શિફટ કરવામાં આવેલ અને ત્યાં વરસાદી માહોલ વચ્ચે વિજળી વેરણ થયેલ અને તેમ છતાં તમામ ઉપસ્થિત રહેલ સિનિયર જુનિયરશ્રી વકિલ ભાઇ-બહેનોએ પોતાના મોબાઇલની ફલેશ લાઇટ સતત બે કલાક ચાલુ રાખી કાર્યક્રમના ઉદ્દબોધન, સન્માન તથા આવકાર તેમજ આભારવિધિ સહીતના કાર્યક્રમોમાં પ્રથમ વરસાદમાં ભીંજાઇ તથા ત્યારબાદ અસહય ગરમી-ઉકળાટ જેવા બફારામાં પરસેવે નહાઇ કાર્યક્રમને સફળ બનાવેલ અને કાર્યક્રમમાં પ્રથમ ઉદ્દબોધન પ્રમુખશ્રી અર્જુનભાઇ પટેલે કરેલ અને તમામને આવકાર આપી આભાર વ્યકત કરેલ, અને તમામ સિનિયરશ્રી વજુભાઇ વાળા, હસુભાઇ દવે, એસ. બી. ગોગીયા, કનૈયાલાલ શેઠ, પી. એચ. મણિયાર વિગેરેનો શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ અને તમામ જજોને નવો ચિલો ચાતરી બુકેની જગ્યાએ કાયદાની બુક આપી ભવ્ય સન્માન કરવામાં આવેલ અને વજુભાઇ વાળા તથા સાહેબ દેસાઇ તથા સિનિયર એડગવોકેટશ્રી હસુભાઇ દવેએ પોતાના સંસ્મરણો વાગોળેલ, અને વકિલોને મહેનત, ઇમાનદારી તથા પુર્ણ અભ્યાસ કરી વકિલાતમાં સફળ થવા આશિર્વાદ આપેલ અને જુનિયર વકીલોને કોર્ટનું સન્માન રાખવા મીઠી સલાહ આપેલ, અને આ તબકકે કાર્યક્રમનું સમાપન સેક્રેટરીશ્રી પી. સી. વ્યાસે કરેલ અને કાર્યક્રમના એન્કર તરીકે એડ્. શ્રી આશિષ શાહે સેવા આપેલ અને આ કાર્યક્રમને આવી વિકટ પરિસ્થિતિ અને કપરા કાળમાં સફળ બનાવવા બદલ રાજકોટ બારના પ્રમુખશ્રી અર્જુનભાઇ પટેલ, ઉપપ્રમુખશ્રી એસ. કે. જાડેજા, સેક્રેટરીશ્રી પી. સી. વ્યાસ, જો. સેક્રેટરીશ્રી ધર્મેશ સખીયા ટ્રેઝરરશ્રી જીતેન્દ્ર પારેખ, લાય. સેક્રેટરીશ્રી સુમિત વોરા, કારોબારી સભ્યશ્રી, ચેતનાબેન કાછડિયા, અજય પિપળીયા, વિવેક સાતા, નૃપેશ ભાવસાર, કિશન રાજાણી, મોનિશ જોષી, કેતન મંડ, મનીષ પંડયા, નમિષ પટેલ, હિરેન ડોબરિયા, તમામ સિનિયર અને જુનિયર એડવોકેટ તેમજ ડીજીપી શ્રી એસ. કે. વોરા, એજીપીશ્રી આબિદ સોસન, કમલેશ ડોડિયા, તરૂણ માથુર, પ્રશાંત પટેલ, રક્ષિત કલોલા, અનિલભાઇ દેસાઇ, કમલેશભાઇ શાહ, પિયુષભાઇ શાહ, સંજયભાઇ વ્યાસ, નરેન્દ્રભાઇ બુસા, ચંદ્રકાંન્ત દક્ષિણી, તુષાર બસલાણી, રંજનબેન રાણા, મહેશ્વરીબેન ચૌહાણ, તમામ ઉપસ્થિત વકિલો ભાઇ-બહેનોના જે તમામ ઉપસ્થિત રહેલ હતા, અને જે તમામે સાથ સહકાર આપેલ તે તમામની રાજકોટ બાર એસો. આભાર વ્યકત કરેલ છે.

(3:45 pm IST)