Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

જેતપુરના મહિલા સહિત બે ઉપર હુમલો રાજકોટના બે સહિત ૧પ સામે ફરિયાદ

તને તથા તારી બહેનને મારી નાંખશુ, તેમ કહી ૩ કારમાં આવેલ શખ્‍સોની બઘડાટી : રાજકોટના સમીર શબ્‍બીર તથા ૧૩ અજાણ્‍યા શખ્‍સો સામે એટ્રોસીટી સહિતની કલમો તળે ગુન્‍હો નોંધાયો

(કેતન ઓઝા દ્વારા) દ્વારા જેતપુર તા.૧૪ : જેતપુરમાં રાજકોટના બે શખ્‍સો સહિત ૧પ શખ્‍સોએ હથીયારો સાથે મહિલાને ગાળો આપી હુમલો કરી ધમકી આપી હતી.તેમજ વચ્‍ચે પડેલ વ્‍યકિત ઉપર હુમલો કર્યો હતો.

શહેરના ભાદરના સામાકાંઠા નરસંગ ટેકરી વિસ્‍તારમાં રહેતા કાજલબેન વિઠલભાઇ ચાવડા રાત્રે મોટર સાયકલ લઇ તેના બાળકસાથે આઇસ્‍ક્રીમ લેવા નીકળેલ. તે દરમિયાન ભાદરના સામાકાંઠે પુલ ઉપર પહોંચતા ૩ કાર સ્‍કોરપીયો, આઇર૦ તથા વર્નાકાર ઉભી રાખી કાજલબેનને કહેલ કે તુ રેખાની બહેન છો તેનથી મળી તો તારા કટકા કરી નાખવા છે તેમ કહી એક શખ્‍સ સમીર (રહે. રાજકોટ) તલવાર સાથે ઉતરી બેફામ ગાળો દેવા લાગે. તેમજ શબ્‍બીર (રહે. રાજકોટ) પણ તલવાર સાથે નીચે ઉતરેલ તેની સાથે બીજા અજાણ્‍યા માણસો સહિત અંદાજીત ૧પ જેટલા શખ્‍સો લોખંડના પાઇપ છરી પ્‍લાસ્‍ટીકના પાઇપ સાથે રાખી કાજલબેનને બેફામ ગાળો જઇ જાતિ પ્રત્‍યે અપમાનિત કરી ધમકી આપેલ કે તને તથા તારીબેનને મારી નાખશુ. દરમિયાન રાડા રાડ થતા ત્‍યાં કાનાભાઇ તથા અંકિતભાઇ પાટડીયા તેમને બચાવવા આવતા તલવારનો ઘા કાનાભાઇને હાથમાં લાગેલ. કાજલબેનનું મુઢ ઇજા થતા તેના પુત્ર સાથે ભાગી જતાં તેનું મોટર સાયકલ તેમજ અન્‍ય બાઇકમાં ધોકા મારી તોડફોડ કરી તમામ શખ્‍સો નાસી છુટેલ.

કાજલબેનની ફરીયાદ પરથી પોલીસે સમીર શબ્‍બીર તથા ૧૩ અજાણ્‍યા માણસો વિરૂધ્‍ધ આઇપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૮,  ૧૪૯, ૩ર૩, ર૯૪ (ખ) પ૦૬ (ર) તેમજ એટ્રોસીટી એકટ મુજબ ગુનો નોંધી તમામને  પકડી પાડવા હાથ ધરેલ છે.

(3:50 pm IST)