Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ભાજપ કાર્યાલયેથી પોષણક્ષમ આહાર કીટનું વિતરણ

દેશના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના કુપોષીત બાળકોને સુપોષીત કરવાના આહવાનને પગલે રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્‍વવાળી ભાજપા સરકાર દ્વારા આ બજેટમાં આસ કરી શિક્ષણ અને આરોગ્‍યને વધુ પ્રાધાન્‍ય આપવામાં આવી રહ્યું છે. આંગણવાડીમાં અભ્‍યાસ કરતા બાળકોને પૌષ્‍ટિક આહાર મળે તેમજ બાલભોગ અને સગર્ભા માતાઓને સુખડી મળે તે હેતુથી ગુજરાતભરમાં સુપોષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ છે. તે અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય ખાતે સુપોષણ અભિયાનના ચોથા તબક્કા હેઠળ શહેરના તમામ વોર્ડમાં સુકો મેવો, પૌષ્‍ટિક પાવડર, પૌષ્‍ટિક આહારયુકત કીટ રવાના કરવામાં આવી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમ પુજારા, શહેર ભાજપ કોષાધ્‍યક્ષ અનીલભાઇ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, કાર્યાલય પરિવારના પ્રવીણભાઇ ડોડીયા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:00 pm IST)