Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

નટરાજનગરમાંથી ગૂમ થયેલી ૬ વર્ષની બાળાને યુનિવર્સિટી પોલીસે શોધી કાઢી વાલીને સોંપી

રાજકોટઃ સાધુ વાસવાણી રોડ પર નટરાજનગર માં રહેતાં રશ્‍મીબેને પોલીસને ફોન કરી પોતાની ૬ વર્ષની દિકરી ઘરેથી નીકળી ગયા બાદ ગૂમ થઇ ગઇ હોવાની જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકની ટીમ કામે લાગી હતી. પોલીસે ગણતરીના સમયમાં આ બાળકીને રૈયા રોડ બાપા સિતારામ ચોક લાયબ્રેરી પાસેથી શોધી કાઢી હતી અને તેમના વાલીને સોંપી હતી. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એ. બી. જાડેજા, કોન્‍સ. જયવીરભાઇ ગઢવી, કોન્‍સ. અરવિંદભાઇ સોલંકી સહિતે અને પીસીઆર ૧૮ની ટીમે બાળકીને સહીસલામત શોધી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સુત્ર સાર્થક કર્યુ હતું.

(4:01 pm IST)