Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

પંચાયતની યોજનાઓની માહિતીસભર ૧ હજાર ચોપડીઓનું વિતરણ થશે

નવી ઇમારત ડીઝાઇન માટે આકિટેકટ નક્કીઃ દેવ ચૌધરી

રાજકોટ, તા., ૧૪: જિલ્લા પંચાયત દ્વારા રાજય સરકારની વિવિધ યોજનાઓની સંકલિત માહીતી સાથેની પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. ટુંક સમયમાં તેનું વિમોન કરી વિતરણ કરવામાં આવશે. આજે પંચાયતની કારોબારીએ તે માટે રૂા. ૧.૬૦ લાખના ખર્ચને મંજુરી આપી છે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવેલ કે ગ્રામીણ લોકો માટે રાજય સરકારની અનેક યોજનાઓ અમલમાં છે.  ખેડુતો સહીતના ગ્રામ્ય લોકોને સઘળી માહીતી મળી રહે અને લોકો તેનો લાભ લઇ શકે તે માટે માહીતીથી ભરપુર પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. પ્રત્યેક પુસ્તકની પડતર કિંમત રૂા. ૧૬૦ જેટલી છે. પ્રથમ તબક્કે ૧૦૦૦ પુસ્તકો છપાવવામાં આવેલ છે. ગ્રામ પંચાયતોના સરપંચો મારફત આ પુસ્તકની માહીતી લોકો સુધી પહોંચાડવામાં આવશે. ટુંક સમયમાં તેનું વિતરણ કરવામાં આવશે.  સરકારી યોજનાઓનો લાભ લેવા માંગતા  જિલ્લાના લોકો માટે આ પુસ્તક ઉપયોગી થશે.

ડીડીઓએ જણાવેલ કે પંચાયતના સંકુલમાં નવી કચેરી નિર્માણ કરવાનું આયોજન છે. પંચાયતે તેના માટે પોતાની રીતે ડીઝાઇના આર્કીટેકટ રાખવાનું નક્કી કર્યુ છે. ટુંક સમયમાં તેને વર્ક ઓડર અપાઇ જશે. ડીઝાઇન નકકી થયા પછી મંજુરીની અને બાંધકામની આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(4:05 pm IST)