Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

જેમાં ચાવી રહી ગઇ હોય તેની ચોરી કરી લેતો મયુરસિંહ પકડાયોઃ ૯ ટુવ્‍હીલરની ચોરી કબુલી

ગાંધીગ્રામના પીઆઇ જી. એમ. હડીય, પીએસઆઇ જનકસિંહ. જી. રાણા અને ટીમે શાષાીનગરના શખ્‍સને પકડી લઇ ૨.૫૦ લાખના ચોરાઉ વાહનો કબ્‍જે કર્યા

રાજકોટ તા. ૧૪: વાહન ચોરીના ભેદ ઉકેલવા ગાંધીગ્રામ પોલીસની ટીમ કાર્યરત હોઇ એ દરમિયાન ગાંધીગ્રામ શાષાીનગરમાં રહેતાં એક શખ્‍સને બાતમીને આધારે પકડી લેતાં તેણે અગાઉ ત્રણ બાઇક ચોરી કબુલી હતી. એ પછી વિશેષ પુછતાછ થતાં કુલ નવ બાઇક ચોરી કર્યાનું કબુલતાં અઢી લાખના વધુ છ ચોરાઉ બાઇક કબ્‍જે કરાયા છે. આ શખ્‍સ જે બાઇકમાં ચાલક ચાવી રાખી મુકતાં હોઇ તેવા બાઇક જ ચોરીને લઇ જતો હતો.

ગાંધીગ્રામ પોલીસની ટીમે અગાઉ રામાપીર ચોકડી નજીક શાષાીનગર-૭માં રહેતાં મયુરસિંહ બાબભા ગોહિલ (ઉ.વ.૨૯)ને પકડી તેની પાસેથી ત્રણ ચોરાઉ બાઇક કબ્‍જે કર્યા હતાં. આ શખ્‍સ વધુ વાહન ચોરીમાં સામેલ હોવાની પોલીસને માહિતી મળી હોઇ તેની યુક્‍તિ પ્રયુક્‍તિથી પુછતાછ કરતાં વધુ છ વાહનો ચોરી કર્યા હોવાનું કબુલ્‍યું હતું.

પોલીસે અગાઉના ૮૦ હજારના ત્રણ વાહનો અને ૧.૭૦ લાખના બીજા છ વાહનો મળી કુલ રૂા. ૨,૫૦,૦૦૦ના નવ વાહનો કબ્‍જે કર્યા છે. મયુરસિંહે જીજે૦૩કેઆર-૩૧૧૪ નંબરનું એક્‍ટીવા હનુમાન મઢી પાસે એવીપી કેન્‍સર હોસ્‍પિટલના ગેઇટ સામેથી, જીજે૦૩સીએસ-૫૩૭૪ નંબરનું સ્‍પ્‍લેન્‍ડર બાલમુકુંદ સોસાયટી-૨ નિર્મળા રોડ પરથી, જીજે૦૩એલડી-૧૬૩૯ લીમડા ચોક પાસેથી, જીજે૦૩એલએફ-૯૯૬૪ સાધુ વાસવાણી રોડ પર ખોડિયાર હોટેલ પાસેથી, જીજે૦૩એલવાય-૪૪૪૮ રૈયા રોડ જનતા ડેરી પાસેથી અને જીજે૦૩કેએસ-૯૯૪૦ એચસીજી હોસ્‍પિટલ પાછળ સુંદરમ્‌ હાઇરાઇઝ બિલ્‍ડીંગના ગેઇટ સામેથી ચોરી કર્યુ હતું.

મયુરસિંહે કબુલ્‍યું હતું કે જે ચાલક પોતાના વાહનમાં ચાવી રાખીને જતાં રહ્યા હોઇ તેવા વાહનો પોતે ઉઠાવી લેતો હતો.     બાદમાં પોતાની પાસે ફાયનાન્‍સમાંથી વાહન છોડાવેલા છે અને ઓછા ભાવે આપવા છે તેમ કહી વેંચવા કાઢતો હતો. તે છુટક ડ્રાઇવીંગ કામ કરે છે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ જે. જી. રાણા, હેડકોન્‍સ. ખોડુભા જાડેજા, સલિમભાઇ માણી, કોન્‍સ. ભરતભાઇ ચોૈહાણ, શબ્‍બીરભાઇ મલેક, ગોપાલભાઇ પાટીલ, કનુભાઇ બસીયા અને અર્જુનભાઇ ડવએ આ કામગીરી કરી હતી. (૧૪.૯)

વાહનમાં ચાવી ન રાખવા અને સોસાયટીમાં સીસીટીવી કેમેરાની સુવિધા ઉભી કરવા પોલીસનો અનુરોધ

લોકો પોતાના વાહનને જે તે સ્‍થળે પાર્ક કરે ત્‍યારે ચાવી કાઢવાનું ભુલે નહિ અને બને તો એપાર્ટમેન્‍ટ કે ઘરના પાર્કિંગમાં જ ટુવ્‍હીલર પાર્ક કરવા. એપાર્ટમેન્‍ટ અને શેરીઓના રહેવાસીઓએ સીસીટીવી કેમેરાની  સુવિધા ઉભી કરવા પણ પોલીસે અનુરોધ કર્યો છે.

(4:04 pm IST)