Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

દબાણ હટાવ શાખાની ધોંસઃ ૩૮૫ કિલો અખાદ્ય શાકભાજી-ફળોનો નાશ : ૧૯૩ ચીજવસ્તુઓ ૪૩૭ બોર્ડ બેનરો જપ્ત

શહેરના વિવિધ વિસ્તારોમાં મનપાની કાર્યવાહી

રાજકોટ,તા.૧૪: મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા. ૬ થી તા.૧૩ સુધીની શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, ઙ્ગઅન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ રસ્તા પર નડતર ૪૨ રેંકડી-કેબીનો મવડી મેઈન રોડ, પટેલ કન્યા છાત્રાલય, પુષ્કરધામ રોડ, શિવમ પાર્ક, રેસકોર્ષ ગ્રાઉન્ડ, વિમલ નગર મેઈન રોડ કૃષ્ણનગર મેઈન રોડ, ગાયત્રીનગર,આંનદબંગલા ચોક, જંકશન રોડ, જયુબેલી માર્કેટ, મોચી બજાર, ગુમાનસીંહજી માર્કેટ પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય ૧૯૩ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે શાસ્ત્રી મેદાન , શનીવારી બજાર, ગાયત્રીનગર મેઈન રોડ, જયુબીલી, મવડી મેઈન રોડ, રેસકોર્ષ ગ્રાઉન્ડ, હોસ્પીટલ ચોક, રેલવે જંકસન, રૈયા રોડ, બસ સ્ટેશન સામે ઢેબર રોડ, નંદનવન મેઈન રોડ, ચંદ્રેશનગર, કુવાડવા રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી.

જ્યારે ૩૮૫ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને નંદનવન મેન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, મવડી મેઈન રોડ, જયુબિલી માર્કેટ, રેલ્વે જંકશન, આંનદબંગલા ચોક, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.૭૭,૦૪૦ વહીવટી ચાર્જ રેલનગર ઢેબર રોડ ,ત્રિકોણ બાગ, યુનિવર્સિટી રોડ, ચંદ્રેશનગર રોડ, નાના મૌવા રોડ, રૈયા રોડ, માટેલ ચોક, મોરબી રોડ, પરથી વસુલ કરવામાં આવ્યો હતો, રૂ.૫૯,૧૦૦/- મંડપ ચાર્જ જે રેલ નગર, યાજ્ઞીક રોડ, મવડી રોડ, રૈયા રોડ, સેટેલાઇટ રોડ, નાના મૌવા રોડ, સાધુવાસવાણી રોડ માંથી વસુલ કરવામાં આવ્યો હતો.

સાથે ૪૩૭ બોર્ડ-બેનરો જે ગોંડલ રોડ, ઢેબર રોડ, ટાગોર રોડ, શા સ્ત્રીમેદાન, ચંદ્રેશનગર મેઈન રોડ, સંતકબીર રોડ, આડો પેડક રોડ, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.

(4:05 pm IST)