Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

કારોબારીમાં ૨.૧૭ કરોડના વિકાસ કામો મંજુર : ત્રણ દુકાનોનું માસિક ભાડુ રૂા. ૧૫૦૦ના બદલે ૧.૫ લાખ મળશે

જિલ્લા પંચાયતના કર્મચારીઓને કચેરીમાં આવવા-જવાની મુવમેન્ટ બુક રાખવા અધ્યક્ષની સુચના

રાજકોટ જીલ્લા પંચાયતની કારોબારી બેઠક અધ્યક્ષ સહદેવસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળેલ તે પ્રસંગની તસ્વીરમાં બાજુમાં ડીડીઓ દેવ ચૌધરી તથા ડે. ડીડીઓ રાહુલ ગમારા અને કાલરીયા ઉપસ્થિત છે(તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૧૭)

રાજકોટ, તા., ૧૪: જિલ્લા પંચાયતની કારોબારી બેઠક આજે સવારે અધ્યક્ષ સહદેવસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળેલ. જેમાં બે કરોડ સતર લાખ નેવાસી હજારના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. પંચાયતની યોજનાની માહીતી સાથેની બુક છપાવવા માટે રૂા. ૧.૬૦ લાખના ખર્ચને મંજુરી આપવામાં આવેલ.  આઝાદીના અમૃત મહોત્સવમાં ભાગ લેવા પંચાયતના ૨૦ જેટલા પ્રતિનિધિઓ હવાઇ માર્ગે દિલ્હી ગયેલ. તેના ખર્ચ પેટે રૂા. ૩.૫૫ લાખ મંજુર કરવામાં આવ્યા છે.પંચાયતના દરેક શાખાન અધિકારીઓ અને કર્મચારીઓ ફરજના સમયે કચેરીમાં આવે કે બહાર જાય તેની મુવમેન્ટ બુંકમાં નોંધ કરવા સુચના અપાઇ છે.

યાજ્ઞીક રોડ પર જિલ્લા પંચાયત હસ્તકની ૩ દુકાનો ભાડે આપેલ છે તેના ભાડા પેટે પંચાયતને હાલ માસીક રૂા.પ૦૦ લેખે માત્ર રૂા.૧૫૦૦ મળે છે. આ દુકાનોને નોટીસ અપાયેલ. આવતા મહિનાથી માસીક ભાડુ રૂા. ૩પ હજાર કરવામાં આવેલ છે. ત્રણ દુકાનના રૂા.એક લાખ પાંચ હજાર દર મહિને પંચાયતને મળવાપાત્ર થશે. ૧૯૯૬ પછી પ્રથમ વખત ભાડા વધારો કરાયાનું અધ્યક્ષે જણાવ્યું હતું. હાલના ભાડુતોને આ ભાડા વધારો માન્ય ન હોય તો નવા ભાડુતો શોધવામાં આવશે.

(4:07 pm IST)