Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

સંતશ્રી મીરા શાળાના સ્‍થાપના દિવસની ઉજવણી : તેજસ્‍વી વિદ્યાર્થીઓનું સન્‍માન

સાધુ વાસવાણી સેન્‍ટરના ચેરમેન એડવોકેટ રવિ બી. ગોગીયાના હસ્‍તે મહેમાનોનું સન્‍માન

રાજકોટ તા. ૧૪ : હિન્‍દી સિ઼ધના આદરણીય સંત ગુરૂદેવ ટી.એલ. વાસવાણીજી દ્વારા માત્ર બે પૈસાના એક સિકકા સાથે ૧૯૩૩ માં સ્‍થાપવામાં આવેલ સંત મીરાં શાળા આજે વિરાટ વટવૃક્ષ બની ચુકી છે. દેશ વિદેશમાંથી હજારો વિદ્યાર્થીઓ ઉચ્‍ચ શિક્ષણ પ્રાપ્‍ત કરી પ્રતિષ્‍ઠિત સ્‍થાનો પર ફરજ બજાવી રહ્યા છે.

આ શાળાના ૮૯ માં સ્‍થાપના દિવસની ઉજવણી સાધુ વાસવાણી સ્‍કુલ ફોર ગર્લ્‍સ ખાતે કરાઇ હતી. શરૂઆતમાં ગુરૂદેવ સાધુ વાસવાણીજીની પ્રતિમા પાસે આરતી કરવામાં આવ્‍યા બાદ સાધુ વાસવાણી સેન્‍ટર સૌરાષ્‍ટ્ર રાજકોટના ચેરમેન એડવોકેટ રવિ બી. ગોગીયાના હસ્‍તે દીપપ્રાગટય કરવામાં આવેલ. સ્‍કુલ પ્રિન્‍સીપાલ દ્વારા તમામ આમંત્રિતોનું સ્‍વાગત કરાયુ હતુ.

મુખ્‍ય અતિથિ તરીકે સૌ.યુનિ. વાઇસ ચાન્‍સેલર ડો. ગીરીશ ભીમાણીનું શાલ અર્પણ કરી સંસ્‍થાના ચેરમેન રવિ બી. ગોગીયા દ્વારા સન્‍માન કરવામાં આવેલ. બાદમાં વાઇસ પ્રિન્‍સીપાલ કોમલ રાવલે આર્થિક નબળા વિદ્યાર્થીઓને અપાતી ફ્રી  શીપ વિષે માહીતી આપી હતી. આ તકે સાધુ વાસવાણીના જીવન કવનની ડોકયુમેન્‍ટરી બતાવી તેમણે સ્‍થાપેલ સંત મીરા શાળા વિષે માહીત રજુ કરાઇ હતી. ધો. ૧૦ અને ૧૨ માં સારા માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્‍ડ આપી પ્રોત્‍સાહીત કરાયા હતા.

(4:07 pm IST)