Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ડીઝાસ્ટર બ્રાંચના ભૂજથી રાજકોટ મૂકાયેલા હાથી સતત ગેરહાજર હોય તંત્રની ૮ થી ૧૦ નોટીસો

છેલ્લી નોટીસ ફટકારી રાહત કમિશનરને રીપોર્ટ કરાયો : હવે કડક પગલા

રાજકોટ તા. ૧૪ : રાજકોટ કલેકટર તંત્રની અત્યંત મહત્વની ડીઝાસ્ટર મેનેજમેન્ટ બ્રાંચમાં મહત્વની એવી પ્રોજેકટ ઓફિસરની જગ્યા ઉપર ભૂજથી રાજકોટ મૂકાયેલા મેહૂલ હાથી એક વખત હાજર થયા બાદ કોઇ મોકડ્રીલ - હોટલ - શાળામાં ફાયર સેફટી અંગે ચેકીંગ તથા અન્ય મહત્વની કામગીરી કરી ન હોય, ડીઝાસ્ટર બ્રાંચ દ્વારા તેમને આજ સુધીમાં ૮ થી ૧૦ નોટીસો ફટકારાઇ છે, આમ છતાં તેઓ હજુ હાજર નથી થયા, કલેકટરે પણ 'અકિલા'ને જણાવેલ કે, પ્રોજેકટ ઓફિસર હાથીને બ્રાંચે જ ૧૦ જેટલી નોટીસો અપાઇ છે.

દરમિયાન છેલ્લી નોટીસ તો કડક ભાષામાં અપાઇ છે, અને તેનો રિપોર્ટ પણ રાહત કમિશનરને કરી દેવાયો છે, હવે જો હાજર નહી થાય તો કડક પગલાના સંકેતો ડીઝાસ્ટર શાખાના સૂત્રો આપી રહ્યા છે.

(4:15 pm IST)