Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

વિદેશમાંથી બબ્‍બે વખત પીએચડી, વિશ્વની ટોચની યુનિ. vvit ડાયરેકટર તરીકે સેવા આપનારના સન્‍માનથી આન, બાન અને શાનમાં ચાર ચાંદ લાગ્‍યા

જાણીતાં શિક્ષણવિદ ડો.ઈન્‍દુ રાવને ઈન્‍ડિયા ગ્‍લોબલ સુમીટમાં એવોર્ડથી વિભૂષિત કરાયા

રાજકોટ, તા.૧૪:   જાણીતા મહિલા શિક્ષણવિદ ડો.ઇન્‍દુ રાવને વધુ એક વખત શૈક્ષણિક ક્ષેત્ર, તેમના વહીવટી લેવલ, ટિચીંગ અને હાયર એજયુકેશન ક્ષેત્રે કરેલ પ્રદાન બદલ બેંગલોર ખાતે ટોચના તજજ્ઞોની ઉપસ્‍થિતિમાં યોજાયેલ  ઇન્‍ડિયા ગ્‍લોબલ સુમિટમા એજ્‍યુકેશન લીડર શિપ એવોર્ડ મેળવી ગુજરાતની આન બાન અને શાનમાં વધારો કરતા તેમના પર અભિનંદનવર્ષા ચોતરફથી  થઇ રહી છે.                                  

અત્રે એ યાદ રહે કે બબ્‍બે વખત વિદેશમાંથી પીએચડી પદવી હાંસલ કરનાર ડો.ઇન્‍દુ રાવની દેશની ટોચની vvit જેવી પ્રતિષ્‍ઠિત યુનિ.માં ડિરેકટર તરીકે તેમની શૈક્ષણિક ક્ષેત્રના અદભૂત પ્રદાન બદલ પસંદગી કરવામાં આવેલ. હીરા ઉદ્યોગ અંગે ખાસ પુસ્‍તક લખી યુવાનોને રોજગારી અંગે માર્ગદર્શન આપનાર અને કોરોના કાળ દરમિયાન પણ વિવિધ ઓન લાઇન ઇવેન્‍ટસમા ભાગ લેવા સાથે અમૂલ્‍ય પ્રદાન કરનાર ઇન્‍દુ રાવને આ પહેલા અનેક એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્‍યા છે.

ગુજરાતના જેલ કેદીઓ આત્‍મનિર્ભર બન્‍ને તે માટે ગુજરાતના જેલ વડા સિનિયર આઇપીએસ ડો.કે. એલ.એન.રાવ દ્વારા ચાલતા અદભૂત કાર્યમાં તેમના ધર્મ પત્‍ની તરીકે ડો.ઇન્‍દુ રાવ દ્વારા જે સહયોગ આપવામાં આવેલ છે તેની નોંધ દિલ્‍હી સુધી લેવામાં આવી છે

(4:13 pm IST)