Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

૧૭મીએ ભારત - આફ્રીકા મેચ આજે કલેકટર - એસપી દ્વારા ખંઢેરી સ્ટેડીયમનું ચેકીંગ : બાદમાં લાયસન્સ અપાશે

રાજકોટ તા. ૧૪ : આગામી ૧૭મીએ ભારત - દક્ષિણ આફ્રીકા વચ્ચે શ્રેણીનો ચોથો ૨૦-૨૦ મેચ રાજકોટના આંતરરાષ્ટ્રીય ખંઢેરી સ્ટેડીયમ ખાતે રમાશે, ટીકીટો હાઉસફુલ બની ગઇ છે.

લ્ઘ્ખ્ના માલિકીના સ્ટેડીયમ માટે પરર્ફોમન્સ લાયસન્સ માટે કલેકટરને અરજી કરાઇ છે. દરમિયાન કલેકટરે આજે 'અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતું કે, પોતે અને જિલ્લા પોલીસ વડા બંને આજે સ્ટેડીયમનું નિરીક્ષણ કરશે, જેમાં સુરક્ષા વ્યવસ્થા, તમામ ગેઇટ, પાણી, શૌચાલય, પાર્કિંગ, એમ્બ્યુલન્સ-૧૦૮, પોલીસ બંદોબસ્ત વિગેરે બાબતો ચકાસાશે, બાદમાં લાયસન્સ અપાશે.

કલેકટરે જણાવેલ કે, લ્ઘ્ખ્ના પ્રમુખશ્રી જયદેવ શાહ આજે પોતાને મળવા આવનાર છે, તેમની સાથે ચર્ચા તથા અન્ય વિગતો જાણ્યા બાદ સ્ટેડીયમનું નિરીક્ષણ કરાશે.(

(4:18 pm IST)