Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

શહેરના માર્ગો પરથી ગત અઠવાડિયે ૧૩૬ રખડતા - અડચણરૂપ પશુઓ ડબ્‍બે પુરાયા

મનપાની ઢોર પકડ ઝુંબેશ યથાવત

રાજકોટ તા. ૧૪ : મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા શહેરમાં રસ્‍તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. મનપાની સત્તાવાર યાદી મુજબ તા.૬ થી તા.૧૨ દરમ્‍યાન શહેરના વિસ્‍તારો ગાંધીગ્રામ, ગૌતમનગર, શિતલપાર્ક, મોચીનગર, શાંતીનગર, મોરબી રોડ, તથા આજુબાજુમાંથી ૧૭ પશુઓ, નરસિંહનગર, શિવમ સોસાયટી, જય જવાન જય કિશાન, વિગેરે વિસ્‍તારોમાંથી ૯ પશુઓ, રૈયાગામ તથા આજુબાજુમાંથી ૧૬ પશુઓ પકડાયેલ.

જ્‍યારે ગીતાનગર, નંદા હોલ, સહકાર રોડ તથા આજુબાજુમાંથી ૬ પશુઓ, કોઠારીયા સોલવન્‍ટ તથા આજુબાજુમાંથી ૯ પશુઓ, પ્રદ્યુમન પાર્ક તથા આજુબાજુમાંથી ૬ પશુઓ, માધાપર તથા આજુબાજુમાંથી ૭ પશુઓ, તિરૂપતિ પાર્ક, ન્‍યુ શક્‍તિ સોસાયટી, નવા ગામ, શિવનગર, ગ્રીનલેન્‍ડ ચોકડી તથા આજુબાજુમાંથી ૧૫ પશુઓ, તથા અન્‍ય વિસ્‍તારોમાંથી મળી કુલ ૧૩૬  પશુઓ પકડવામાં આવેલ છે.

(4:19 pm IST)