Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

સીટી બસમાં ૩૩ ખુદાબક્ષો ઝડપાયા : ૩૬૦૦નો દંડ

BRTS - સીટી બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતિ બદલ ૨.૭૭ લાખનો દંડ : સીટી બસના ૧૪ કંડકટરો સસ્‍પેન્‍ડ

રાજકોટ તા.૧૪ : મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ રાજપથ લીમીટેડે તા. ૬ થી ૧૨ જુન સુધીમાં  કરેલી કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા શહેરીજનોને ૪૫ રૂટ પર ૯૦ સિટી બસ દ્વારા પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે . પરંતુ સિટી બસ અને બીઆરટીએસ બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતી બદલ રૂા.  ૨.૭૭ લાખની  પેનલ્‍ટી આપવામાં આવી છે અને ૧૪ કન્‍ડક્‍ટરને કાયમી ધોરણે ફરજ મુક્‍ત કર્યા છે. જ્‍યારે ૩૩ મુસાફરો ટીકીટ વિના ઝડપાયા ૩૬૦૦નો દંડ ફટકારવામાં આવ્‍યો છે.

આ અંગે મહાનરગપાલિકાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા. ૬ થી ૧૨ જુન  સુધીમાં કરાવમાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

સિટી બસની કામગીરી

સિટી બસ સેવાᅠ(RMTS)માંᅠતા તા. ૬ થી તા.૧૨ જુનᅠદરમિયાન કુલ અંદાજીત ૧,૧૩,૧૦૦ᅠકિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૭૧,૫૯૮ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. ᅠસિટી બસ સેવામાં બસ ઓપરેટર શ્રી મારૂતિ ટ્રાવેલ્‍સને કામમાં ક્ષતિ બદલ કુલ ૭,૨૫૦ᅠકિ.મી. ની પેનલ્‍ટી મુજબ કુલ અંદાજીત રૂા. ૨,૫૩,૭૫૦ᅠની પેનલ્‍ટી કરવામાં આવેલ છે. ફેર કલેક્‍શન કરતી એજન્‍સી અલ્‍ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂા. ૨૪,૨૦૦નીᅠપેનલ્‍ટી આપવામાં આવેલી છે.

સિટી બસ સેવાની કામગીરીમાંᅠગેરરીતી/અનિયમિતતાᅠસબબ કુલ ૧૧ કંડક્‍ટરને ટેમ્‍પરરી સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ તથા ૦૩ᅠᅠકંડક્‍ટરનેᅠકાયમી ધોરણે સસ્‍પેન્‍ડᅠકરવામાં આવેલ છે. તેમજ ચેકીંગ દરમિયાન કુલ ૩૩ મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ અંદાજીત રકમ રૂાᅠ૩,૬૩૦નો દંડ વસુલ કરવામાં આવેલ છે.

BRTS બસ

સેવાની કામગીરી

બી.આર.ટી.એસ. બસ સેવામાંᅠતા. ૬ થી તા.૧૨ જુનᅠદરમિયાન કુલ અંદાજીતᅠ૨૮,૩૦૦ કિ.મી.ᅠચાલેલ છે. તથા કુલ ૧,૬૧,૫૨૧ᅠમુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. બી.આર.ટી.એસ. બસ સેવામાં એક્‍સ-મેન તથા સિક્‍યુરીટી પુરા પાડતી એજન્‍સી શ્રી રાજ સિક્‍યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂા. ૫,૭૬૫ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે.

(4:19 pm IST)