Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

રાજકોટ શહેર-જીલ્લામાં ૪૦૦ સ્‍થળોએ કરાશે યોગના પ્રયોગો

ર૧ જુને આંતરરાષ્‍ટ્રીય યોગા દિવસ ઉજવાશે

રાજકોટ તા. ૧૪: વિશ્‍વભરમાં ર૧ જુને આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી ર૦૧પના વર્ષથી કરવા યુએન દ્વારા ઠરાવ કરાયેલ. ત્‍યારબાદથી દર વર્ષે ર૧ જુનના દિવસે તેની ઉજવણી કરવામાં આવે છે.

આ વર્ષે વિશ્‍વ યોગ દિવસની થીમ ‘‘યોગા ફોર હયુમિનિટી'' રખખવામાં આવી છે. ર૧ જુને દેશભરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇથી લઇને તમામ લોકો યોગ દ્વારા વિશ્‍વ યોગા દિવસની ઉજવણી કરશે. ત્‍યારે ગુજરાત અને રાજકોટ પણ તેમાં જોડાશે.

રાજકોટ શહેર-જીલ્લાના ૪૦૦ જેટલા સ્‍થળોએ વિશ્‍વ યોગા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં વિવિધ શાળા-કોલેજો, મેદાનો, સરકારી કચેરીઓ, બાગ-બગીચામાં આયોજન કરાશે. ર૧ જુનને મંગળવારના રોજ વિશ્‍વભરમાં યોગા દિવસની ઉજવણી કરાશે. 

(4:20 pm IST)