Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ધો. ૧૦-૧૨ પછી કારકિર્દીના વિકલ્‍પો પસંદ કરવા ઉપયોગી ‘ઉડાન'

રાજકોટઃ અમદાવાદના જનસહાયક ટ્રસ્‍ટ સંચાલિત મણીબેન હીરાલાલ અમીન વિદ્યાસંકુલ દ્વારા ધો.૧૦-૧૨ પછી વિદ્યાર્ર્થીઓને કારકિર્દીના વિકલ્‍પો પસંદ કરવામાં ઉપયોગી થઇ શકે તેવુ માહિતીસભર પુસ્‍તક ‘ઉડાન' પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યુ છે.તેનું વિમોચન મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે કરવામાં આવેલ. ૧૩૦થી વધુ પાનાના આ પુસ્‍તકનું વિનામૂલ્‍યે વિતરણ કરવામં આવી રહ્યુ છે જનસહાયક ટ્રસ્‍ટના પ્રમુખ અને રાજયસભાના સભ્‍યશ્રી નરહરિ અમીને પુસ્‍તકમાં વિદ્યાથીઓ જોગ સંદેશમા  જણાવ્‍યુ છે કે આપ વિદ્યાર્થીઓ આવતીકાલનું ઉજજવળ ભવિષ્‍ય છો. વિદ્યાથીકાળમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષાઓ આપની કારકિર્દી ઘડતર માટે ખૂબ અગત્‍યની ભૂમિકા ભજવે છે. આજના ટેક્‍નોલોજીના યુગમાં ઉજજવળ ભવિષ્‍યનું નિર્માણ કરવું હોય તો યોગ્‍ય દિશાની પસંદગીથી તે રાહને સરળ બનાવી શકાય છે, કારણ કે ધોરણ-૧૨ પછી અસંખ્‍ય કાર્યક્ષેત્રો અને રોજગાર લક્ષી અભ્‍યાસક્રમો ની હારમાળા વિદ્યાર્થી સમક્ષ હોય છે. ત્‍યારે આપ રસરુચિના ક્ષેત્રને પસંદ કરવા માટે સ્‍વતંત્ર છો. આજના યુવાનોને કારકિર્દી માટેનું સાચુ માર્ગદર્શન મળી રહે, અને માત્ર અભ્‍યાસ નહી પણ રોજગાર લક્ષી અભ્‍યાસ હોય તે અગત્‍યનું છે. આપના દ્વારા જ ઉજજવળ ભાવિનું નિર્માણ થઇ શકે. આવનાર વર્ષોમાં ભારત પોતાના  જ યુવાધન દ્વારા વિકાસની ઉડાન ભરી સમગ્ર વિશ્વમા  અનોખી છબી અંકિત કરે તેવી મારી અભિલાષા છે.

 પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીજીની પ્રેરણાથી નવી શિક્ષણનીતિ દ્વારા ભારતનો વિકાસ સિધ્‍ધિના શિખર સુધી પહોંચેઅને ભારત એક વિશ્વગુરુની ભૂમિકામાં ઊભેલો દેખાય.પોતાના કૌશલ્‍યોને જાણી તેને વિકસાવવા માટે પૂરતુ માર્ગદર્શન મેળવી શકો તે હેતુથી આ પુસ્‍તક આપના માટે પથદર્શક બની રહેશે.તેમ શ્રી નરહરિ અમીને જણાવ્‍યુ છે.

(4:21 pm IST)