Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

નોલેજ સેરીંગ સેમીનાર : લોન - સબસીડી અંગે માહીતગાર કરાયા

રાજકોટ : પ્રોફેશ્‍નલ કન્‍સલ્‍ટીંગ ગ્રુપ દ્વારા સી.એ. ભવન રૈયા ચોકડી ખાતે વિનામુલ્‍યે નોલેજ સેરીંગ સેમીનારનું આયોજન કરાતા ૨૫૦ થી વધુ ધંધાર્થીઓએ લાભ લીધો હતો. રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાયમના હોદેદારો તેમજ અન્‍ય વેપારી સંગઠનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સેમીનારમાં સબસીડી ક્ષેત્રના નિષ્‍ણાંત રાજેશ સવનિયા તેમજ ઇ-કોમર્સ માઈટર ગુરૂ કરણભાઇ દાવડાએ પોત પોતાના ક્ષેત્રનું માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. જેમ કે ટેક્ષેશન, પ્રોજેકટ લોન, સરકારી સબસીડી, બીઝનેશ ટ્રેનિંગ, જીવન વીમા, બ્રાંડીંગ, બાંધકામ, ઇ-કોમર્સ વગેરે ક્ષેત્રો માટેની સવલતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કાર્યક્રમની સચોટ રૂપરેખા ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ હિરેનભાઇ ઠકકરે ઘડી હતી. સ્‍ટેજ સંચાલન ટેન એક્ષ ટાર્ગેટના ઓનર નિરવભાઇ ગોહેલે કર્યુ હતુ. જયારે સોશ્‍યલ મીડિયા માર્કેટીંગ અને ડીઝાઇનીંગ માટે બ્રાન્‍ડીંગ એકસપર્ટ નિશાંત ગૌસ્‍વામીએ જહેમત ઉઠાવી હતી. પ્રચાર પ્રસારનું કાર્ય વિજયભાઇ લકકડ અને અંકિતભાઇ સાવલીયાએ સંભાળ્‍યુ હતુ.

(4:27 pm IST)